નાણા મંત્રાલય

રોજગારીની તકો વધારવામાં તૈયાર કપડાં અને ચર્મ ઉદ્યોગની મહત્વની ભૂમિકા હોવાનું જણાવતી આર્થિક સમીક્ષા

તૈયાર કપડાં અને ચર્મ ઉદ્યોગના ક્ષેત્રને વૈશ્વિક રીતે સ્પર્ધાત્મક બનાવવા કામદારો અને કરવેરાની નીતિમાં સુધારાની ભલામણ

प्रविष्टि तिथि: 31 JAN 2017 5:46PM by PIB Ahmedabad

 નવી દિલ્હી, 31-01-2017

 
દેશમાં વિધિસરની અને ઉત્પાદક એવી રોજગારીની તકો વધારવા માટે તૈયાર કપડાં અને ચામડાં તથા પગરખાં ઉદ્યોગના ક્ષેત્રો ખૂબ જ યોગ્ય હોવાનું આજે સંસદમાં રજૂ થયેલી 2016-17ની આર્થિક સમીક્ષામાં જણાવવામાં આવ્યું છે. આ બંને ક્ષેત્રો નિકાસ તથા આર્થિક વિકાસના મોરચે પણ મહત્વની ભૂમિકા ભજવી શકે એમ છે. સમીક્ષા વધુમાં જણાવે છે કે આ ક્ષેત્રો સમાજના નબળા વર્ગના લોકો માટે ખાસ કરીને મહિલાઓ માટે રોજગારીની તકો ઉભી કરવાની વિપુલ ક્ષમતા ધરાવે છે અને આ ઉદ્યોગો દેશમાં વ્યાપક સામાજીક પરિવર્તનમાં પણ સહાયક બની શકે એમ છે.
સમીક્ષામાં એ બાબત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે કે ચીનમાં મજૂરીનું પ્રમાણ વધતું જતું હોઈ ચીન વૈશ્વિક બજારમાં એની ચીજવસ્તુઓ માટેનું માર્કેટ ગુમાવી રહ્યું છે એ તબક્કે ભારત માટે આ ક્ષેત્રોમાં નિકાસ વધારવાની તકો ઉભી થઈ છે. ભારતના મોટા ભાગના રાજ્યોમાં મજૂરીનો ખર્ચ ઓછો હોઈ ભારત ચીનની ઘટતી જતી સ્પર્ધાત્મકતાનો લાભ લેવાની પરિસ્થિતિમાં છે.
સમીક્ષા જણાવે છે કે તૈયાર કપડાંને લાગે વળગે છે ત્યાં સુધી ચીનના ઘટતા જતાં માર્કેટનો બાંગ્લાદેશ અને વિયેતનામ ઝડપથી લાભ ઉઠાવી રહ્યા છે જ્યારે ચામડાં અને પગરખાંના ઉદ્યોગમાં વૈશ્વિક બજારમાં ચીનનું સ્થાન વિયેતનામ અને ઈન્ડોનેશિયા લઈ રહ્યા છે. બીજી તરફ ભારત આ મોરચે કામદારો અંગેના કાયદા તેમજ કરવેરા અને ટેરીફ નીતિના ગેરલાભોનો ભોગ બન્યું છે અને એથી એની સ્પર્ધાત્મકતા ઓછી રહી છે.
 
 
AP/J.Khunt/GP                                                ક્રમાંક : 66

(रिलीज़ आईडी: 1481434) आगंतुक पटल : 173