નાણા મંત્રાલય
પુનઃ પ્રાપ્ય ઉર્જા ક્ષેત્ર અને કેશલેસ વ્યવહારોના સાધનોમાં કસ્ટમ્સ અને આબકારી જકાતમાં ઘટાડાની દરખાસ્ત
Posted On:
01 FEB 2017 5:51PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 01-2-2017
કેન્દ્રીય નાણાં મંત્રી શ્રી અરૂણ જેટલીએ આજે સંસદમાં 2017-18નું સામાન્ય અંદાજપત્ર રજૂ કરતાં પુનઃ પ્રાપ્ય ઉર્જા ક્ષેત્ર અને કેશલેસ વ્યવહારોના સાધનોના મેન્યુફેક્ચરીંગ માટે કસ્ટમ્સ અને આબકારી જકાતમાં નોંધપાત્ર ઘટાડાની જાહેરાત કરી છે.
સરકારની મેક ઈન ઈન્ડિયાની પહેલ હેઠળ ઘરેલું વેલ્યુ એડીશન માટે પ્રોત્સાહન આપવાના એક પ્રયાસરૂપે નાણાં મંત્રીએ પુનઃ પ્રાપ્ય ઉર્જા ક્ષેત્ર સાથે સંબંધિત કેટલીક આઈટમો ઉપર કસ્ટમ અને આબકારી જકાતમાં ઘટાડાની દરખાસ્ત કરી છે. આ સાધન સામગ્રીમાં દેશમાં નિદર્શનના હેતુ માટે બળતણ આધારીત વિજળીની સિસ્ટમ માટે જરૂરી મશીનરીની તમામ આઈટમો, બાયોગેસ/બાયોમિથેન, બાય પ્રોડક્ટ હાઈડ્રોજન, એલઈડી લાઈટ અથવા ફિક્સચર્સ વગેરે ઉપર સંચાલિત સિસ્ટમનો સમાવેશ થાય છે.
નાણાં મંત્રીએ કેશલેસ વ્યવહારો માટેના સાધનોના ઘર આંગણે મેન્યુફેક્ચરીંગને પ્રોત્સાહન પુરું પાડવા આ અંગેની ચોક્કસ આઈટમો ઉપર કસ્ટમ્સ અને આબકારી જકાત નાબૂદ કરવાની દરખાસ્ત કરી છે.
મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમ હેઠળ ઘર આંગણે વેલ્યુ એડીશનને પ્રોત્સાહન પુરું પાડવા આ માટેની ઈનપુટ્સ અને કાચી સામગ્રી ઉપરની કસ્ટમ ડ્યૂટી ઘટાડવાની દરખાસ્ત પણ કરવામાં આવી છે. આવી ચોક્કસ આઈટમોમાં લિક્વીફાઈડ નેચરલ ગેસ, નિકલ, વેજીટેબલ ટેનીંગ એક્સટ્રેક્ટ્સ અને ચોક્કસ યંત્ર સામગ્રીનો સમાવેશ થાય છે. કસ્ટમ ડ્યૂટીમાં નાબૂદીથી આ સામગ્રીનો ઉત્પાદન ખર્ચ ઘટશે. તમાકું અને તમાકું સંબંધિત કેટલીક બનાવટો ઉપર આબકારી જકાત વધારવા અને 2005ના ફાઈનાન્સ એક્ટની કલમ 85 હેઠળ વધારાનો વેરો નાંખવાની દરખાસ્ત પણ કરવામાં આવી છે.
AP/J.Khunt/GP ક્રમાંકઃ 71
(Release ID: 1481539)