રાષ્ટ્રપતિ સચિવાલય

રાષ્ટ્રપતિનો સેંટ પૈટ્રિક્સ ડેની પૂર્વ સંધ્યા પર આયરલેન્ડની સરકાર અને લોકો માટે સંદેશ

પોસ્ટેડ ઓન: 16 MAR 2017 4:06PM by PIB Ahmedabad

 નવી દિલ્હી, 16-03-2017

 
રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજીએ સેંટ પૈટ્રિક્સ ડેની પૂર્વ સંધ્યા (17 માર્ચ, 2017) પર આયરલેન્ડની સરકાર અને ત્યાંની જનતાને શુભેચ્છા અને શુભકામના પાઠવી છે.
આયરલેન્ડના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી માઈકલ ડી. હિગિંસને મોકલેલા પોતાના સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું “હું ભારત સરકાર, અહીંની જનતા અને મારા તરફથી સેંટ પૈટ્રિક્સ ડે ના અવસર પર આપને અને આયરલેન્ડની મૈત્રીપૂર્ણ જનતાને શુભેચ્છા અને શુભકામના પાઠવું છું.
ભારત અને આયરલેન્ડની વચ્ચે ગાઢ મૈત્રીભર્યા સંબંધો છે. અમે પરસ્પર વિશ્વાસ અને મિત્રતાના આધાર પર બહુપક્ષીય ભાગીદારી નિર્મિત કરી છે. મને વિશ્વાસ છે કે આગામી વર્ષોમાં અમારી વચ્ચે કેટલાય ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધો વધુ ગાઢ થશે.
આ અવસર પર મહામહિમ હું આપના સારા સ્વાસ્થ્ય અને કલ્યાણ તથા આયરલેન્ડના લોકોની પ્રગતિ અને સમૃદ્ધિની કામના કરું છું.”
 
 
AP/J.Khunt/GP                               ક્રમાંક : 141

(રીલીઝ આઈડી: 1484614) મુલાકાતી સંખ્યા : 70