મંત્રીમંડળ

મંત્રીમંડળે નાબાર્ડ કાયદા, 1981માં સુધારા માટેની દરખાસ્તને મંજૂરી આપી

Posted On: 22 MAR 2017 10:19PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 22-03-2017

 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે નીચેની દરખાસ્તોને મંજૂરી આપી છે: 

 
(ક) રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ ધારા, 1981માં પ્રસ્તાવિત ડ્રાફ્ટ બિલમાં સુધારા મુજબ, જેમાં મુસદ્દાના લેખન અને પરિણામરૂપી પ્રકૃત્તિ સામેલ છે, જેને કાયદાકીય વિભાગે આવશ્યક ગણ્યો હોય તેવું બની શકે છે. આ સુધારામાં એવી જોગવાઈઓ સામેલ છે, જે કેન્દ્ર સરકારને નાબાર્ડની અધિકૃત મૂડી રૂ. 5,000 કરોડથી વધારીને રૂ. 30,000 કરોડ કરવા સક્ષમ બનાવે છે તથા રૂ. 30,000 કરોડથી વધારેની જોગવાઈ આરબીઆઈ સાથે ચર્ચાવિચારણા કરીને વધારી શકાશે, જેની સમયેસમયે જરૂર પડશે.
 
(ખ) નાબાર્ડમાં આરબીઆઈની 0.4 ટકા ઇક્વિટીનું હસ્તાંતરણ, જેમાં ભારત સરકારને રૂ. 20 કરોડનો ખર્ચ થશે.
 
નાબાર્ડ કાયદામાં પ્રસ્તાવિત સુધારામાં અન્ય કેટલાંક સુધારા સામેલ હશે, જેમાં લોંગ ટાઇટલમાં ફેરફારો અને નાબાર્ડની કામગીરીમાં મધ્યમ ઉદ્યોગસાહસો અને હેન્ડલૂમ્સ લાવવાની જોગવાઈઓ સામેલ છે.
 
અધિકૃત મૂડીમાં પ્રસ્તાવિત વધારો નાબાર્ડને તેની પ્રતિબદ્ધતાઓ અદા કરવા સક્ષમ બનાવશે, ખાસ કરીને લોંગ ટર્મ ઇરિગેશન ફંડના સંબંધમાં અને તાજેતરમાં મંત્રીમંડળે સહકારી બેંકોને ધિરાણના સંબંધમાં નિર્ણય લીધો હતો. ઉપરાંત તે નાબાર્ડને તેના વ્યવસાયમાં વધારો કરવા અને તેની કામગીરી વધારવા સક્ષમ બનાવશે, જે સંકલિત ગ્રામીણ વિકાસને પ્રોત્સાહનની સુવિધા આપશે અને ગ્રામીણ વિસ્તારોની સમૃદ્ધિ સુરક્ષિત કરશે, જેમાં વધુ રોજગારીનું સર્જન સામેલ છે.
 
કેન્દ્ર સરકારને આરબીઆઈ દ્વારા આયોજિત સંપૂર્ણ શેરધારકોનું હસ્તાંતરણ નાબાર્ડમાં બેંકિંગ નિયમનકારક અને શેરધારક તરીકે આરબીઆઈની ભૂમિકામાં ઘર્ષણને દૂર કરશે.   
 

(Release ID: 1485290) Visitor Counter : 161