પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય

પેટ્રોલીયમ મંત્રીએ એમઓપીએનજી ઇ-સેવા લોંચ કરી

એમઓપીએનજી ઇ-સેવા પેટ્રોલિયમ અને ગેસ સાથે સંબંધિત ફરિયાદોના નિવારણ માટે પ્રતિબદ્ધ માધ્યમ છે

Posted On: 24 MAR 2017 5:41PM by PIB Ahmedabad

 નવી દિલ્હી 24-03-2017

 
પેટ્રોલિયમ અને કુદરતી ગેસના રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી ધર્મેન્દ્ર પ્રધાને ઓઇલ અને ગેસ સાથે સંબંધિત તમામ પ્રશ્રો અને ફરિયાદો માટે સોશિયલ મીડિયા પર ફરિયાદ નિવારણ પ્લેટફોર્મ એમઓપીએન્ડએનજી ઇ-સેવા લોંચ કરી હતી.
એમઓપીએનજી ઇ-સેવા ઓઇલ અને ગેસ સાથે સંબંધિત સેવાઓના તમામ મુદ્દાઓ માટે સોશિયલ મીડિયા સાથે સંકલિત ફરિયાદ નિવારણ પ્લેટફોર્મ છે. આ પોર્ટલ ગ્રાહકોને સરકાર સુધી ઓઇલ અને ગેસ સેક્ટર સાથે સંબંધિત ફરિયાદો પહોંચાડવા કે પ્રતિસાદ આપવા સોશિયલ મીડિયા પર સિંગલ પોઇન્ટ ઇન્ટરફેસ બનશે. એમઓપીએનજી ઇ-સેવા ઉપભોક્તાઓને 24 x 7 સપોર્ટ પણ પ્રદાન કરશે.
આ ઇ-સેવા પોર્ટલ પ્રથમ ટ્વિટર અને ફેસબુક પર શરૂ થશે અને આગળ જતાં તેનો અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રારંભ થશે, જે પ્રશ્રોનો જવાબ આપવા સિંગલ પોઇન્ટ (એકમાત્ર માધ્યમ) તરીકે કામ કરશે. સમસ્યાઓનું સમાધાન રિયલ-ટાઇમના આધારે કરવા ઓઇલ કંપનીઓ અને આનુષંગિક સેવાઓના નોડલ અધિકારીઓની એક ટીમ બનાવવામાં આવી છે.
રિયલ-ટાઇમના આધારે આદાનપ્રદાન પર નજર રાખવામાં આવે છે તથા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય હેઠળ કાર્યરત કંપનીઓના સંબંધિત અધિકારીઓ દ્વારા તાત્કાલિક હસ્તક્ષેપ અને ફરિયાદના નિવારણ માટે કામગીરી કરવાની પ્રમાણભૂત પ્રક્રિયા સ્થાપિત કરવામાં આવી છે. જ્યારે ઓઇલ કંપનીઓ ફરિયાદોના નિવારણ માટે તેમની સાથે સંબંધિત માધ્યમો મારફતે નિયમિતપણે સમાધાન આપવાનું ચાલુ રાખશે, ત્યારે એમઓપીએનજી ઇ-સેવા એક્સક્લૂઝિવ ઇન્ટિગ્રેટેડ પોર્ટલ છે, જે પેટ્રોલિયમ મંત્રી, પેટ્રોલિયમ મંત્રાલયના અધિકારી અને એમઓપીએનજી ઇ-સેવાના અધિકારીને પ્રાપ્ત થતી ફરિયાદો ઉકેલશે.
ફરિયાદોમાં ઝડપી હસ્તક્ષેપ કરવા અને તેના નિવારણ માટે ઉપભોક્તાઓ નીચેનામાંથી કોઈ પણ સાઇટ પર આવશ્યક માહિતી (પૂરું નામ, ઉપભોક્તા આઇડી, સ્થાન, સર્વિસ એજન્સી, પેટ્રોલ પમ્પ/ડેપો/કંપનીની વિગતો) સાથે તેમના પ્રતિસાદ કે પ્રશ્રો મોકલી શકે છે.
MoPNG e-Seva on Twitter : @MoPNG_eSeva
MoPNG e-Seva on Facebook :  www.facebook.com/MoPNG-e-Seva

(Release ID: 1485640)