મંત્રીમંડળ
મંત્રીમંડળે પેટ્રોલિયમ અને કુદરતી ગેસના મંત્રાલય હેઠળ સરકારી ક્ષેત્રના તમામ સાહસોમાં ખરીદીની પસંદગી (સ્થાનિક સામગ્રી સાથે સંબંધિત (પીપી-એલસી)) પ્રદાન કરવાની નીતિને મંજૂરી આપી
Posted On:
12 APR 2017 8:45PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીત મંત્રીમંડળની બેઠકમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય હેઠળ જાહેર ક્ષેત્રના સાહસોમાં ખરીદીની પસંદગી પ્રદાન કરવાની નીતિ માટે (સ્થાનિક સામગ્રી સાથે લિન્ક (પીપી-એલસી)) મંજૂરી આપવામાં આવી હતી.
નીતિ પાંચ વર્ષ માટે લાગુ રહેશે. સંચાલન સમિતિ નીતિના અમલીકરણ પર નજર રાખશે તથા વાર્ષિક ધોરણે નીતિની વાર્ષિક સમીક્ષા હાથ ધરશે. અને તેને ચાલુ રાખવાની ભલામણો કરશે.
નીતિ અંતર્ગત સ્થાનિક સામગ્રી (એલસી)ના લક્ષ્યાંકો ઓઇલ અને ગેસ વ્યવસાયની ચોક્કસ પ્રવૃત્તિઓ માટે નિર્ધારિત કરવામાં આવશે. આ પ્રકારની કિંમતને અનુકૂળ ઓર્ડરની ખરીદીના નિર્દેશિત ભાગ માટે ખરીદીની પસંદગી માટે સ્થાનિક સામગ્રીના લક્ષ્યાંકોને પૂર્ણ કરનાર તથા ઓછી માન્ય કિંમતની બિડના 10 ટકાની અંદર પ્રાઇઝ કોટ કરનાર ઉત્પાદકો/સર્વિસ પ્રોવાઇડર્સ લાયક બનશે.
નીતિ સપ્લાયર્સ અને સર્વિસ પ્રોવાઇડર્સને ‘મેક ઇન ઇન્ડિયા’નો વધુને વધુ સ્વીકાર કરવા પ્રોત્સાહન આપશે તથા દેશની અંદર ચીજવસ્તુઓ અને સેવાઓમાં મૂલ્ય સંવર્ધન કરશે તેવી અપેક્ષા છે.
(Release ID: 1487798)