PIB Headquarters

શ્રીમતી સુનીતા શર્મા ની લાઈફ ઇન્સ્યુરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનાં મેનેજીંગ ડીરેક્ટર તરીકે નિમણુંક

Posted On: 13 APR 2017 5:09PM by PIB Ahmedabad

અમદાવાદ, 12-04-2017

                શ્રીમતી સુનીતા શર્માની (એલ.આઈ.સી. હાઉસીંગ ફાયનાન્સ નાં સી.ઈ. ઓ. અને મેનેજીંગ ડીરેક્ટર )  લાઈફ ઇન્સ્યુરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા નાં મેનેજીંગ ડીરેક્ટર તરીકે  તા. ૧૦ અપ્રિલ ૨૦૧૭ થી વરણી થયેલ છે.

દિલ્હી યુનિર્વસિટીનાં સાયન્સનાં અનુસ્નાતક શ્રીમતી સુનીતા શર્મા ડીરેકટ ઓફિસર તરીકે એલ.આઈ.સી.માં જોડાયા હતા. સુનીતા શર્માએ ઇન્વેસ્ટમેન્ટસ, માર્કેટિંગ,પર્સોનેલ વિગેરે દરેક વિભાગના પડકારો ને સુપેરે ઝીલીને બતાવ્યા છે. એલ.આઈ.સી.માં તેમણે ટીમ લીડર તરીકે અગ્રેસર રહીને દીવાદાંડી સમાન કાર્ય કરેલ છે. તેમણે એલ.આઈ.સી.ની ૩ દાયકાની કારકિર્દી દરમ્યાન વિવિધ વિભાગોમા ઉત્તમ નેત્તૃત્વ પૂરું પડેલ છે. એલ.આઈ.સી. હાઉસીંગ ફાયનાન્સ લી. માં તેઓ સૌ પ્રથમ મહિલા  સી.ઈ. ઓ. અને મેનેજીંગ ડીરેક્ટર હતા. તેમના સમયગાળા દરમ્યાન એલ.આઈ.સી. હા. ફાયનાન્સે ઉત્તરોતર પ્રગતિ કરી હતી. આંકડાકીય રીતે જોવામાં આવે તો કંપનીએ તે સમય દરમ્યાન ૧૦૦૦૦ કરોડની વિક્રમજનક આવક મેળવી હતી. તેમના સમય દરમ્યાન જ એલ.આઈ.સી. હા. ફાઇનાન્સનું શેર બજારમાં માર્કેટ કેપિટલાઈઝેશન ૩૦૦ ટકા વધી ગયું હતું જે ઓલ ટાઈમ હાઈ હતું.

સન ૨૦૦૮ થી ૨૦૧૨ દરમ્યાન એકઝીકયુટીવ ડીરેક્ટર તરીકે પેન્શન અને જૂથ વીમામાં તેઓ કાર્યભાર સંભાળતા હતા ત્યારે માત્ર ૪ વર્ષ નાં સમયગાળામાં પ્રીમિયમ ની આવક ૧૦૫૪૯ કરોડ થી વધીને ૪૬૦૦૦ કરોડે પહોચી ગઈ હતી.

શ્રીમતી સુનીતા શર્મા એલ.આઈ.સી. ચીફ પેર્સોનેલ હતા ત્યારે તેમણે એચ.આર. સ્ટ્રેટેજીને પણ વેગ આપ્યો હતો. રીજ્યોનલ મેનેજર ઇસ્ટર્ન ઝોન અને નોર્થન ઝોન માં ન્યુ બીઝનેસમાં તેમણે નવા શિખરો સર કર્યા હતા.

શ્રીમતી સુનીતા શર્માને આઈ.ઈ.એસ. ન્યુ દિલ્હી દ્વારા ડીસેમ્બર ૨૦૧૩માં, “ઉદ્યોગરત્ન અવોર્ડ” થી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ સન ૨૦૧૭ માં રો દ્વારા એશિયા પેસેફિક એન્ટરપ્રીન્યોરશીપ અવોર્ડ એનાયત થયેલ હતો. ભારતના ટોપ ૪૦ સી.ઈ.ઓ. માં બિઝનેશટૂડે એ તેમને માનભેર સ્થાન આપ્યું હતું.

શ્રીમતી સુનીતા શર્માએ એલ.આઈ.સી. હાઉસીંગ ફાયનાન્સને એક નવીજ ઓળખ આપી હતી. ફોર્બ્સ દ્વારા ભારતની ૫૦ સુપર કંપનીમાં એલ.આઈ.સી. એચ.એફ.એલ.નો સમાવેશ કરવામાં આવ્યો હતો માત્ર એટલુંજ નહીં  એલ.આઈ.સી. હાઉસીંગ ફાયનાન્સને રો દ્વારા ત્રીજીવાર બેસ્ટ બ્રાન્ડ ૨૦૧૬ તરીકે પણ જાહેર કરવામાં આવ્યું હતું. શ્રીમતી સુનીતા શર્મા વિવિધ કંપનીઓમાં બોર્ડ મેમ્બર છે  જેમાં એલ.આઈ.સી. એસેટ મેનેજમેન્ટ, એલ.આઈ.સી. નુમુરા મ્યુ. ફંડ એસેટ મેનેજમેન્ટ, લાર્સન એન્ડ ટુબ્રો તથા નેશનલ સ્ટોક એક્સચેંજનો સમાવેશ થાય છે.

 

AP/J.Khunt/GP                               ક્રમાંક : 225


(Release ID: 1487900)