PIB Headquarters

શ્રી બી. વેણુગોપાલ ની લાઈફ ઇન્સ્યુરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા નાં મેનેજીંગ ડીરેક્ટર તરીકે નિમણુંક

Posted On: 13 APR 2017 5:14PM by PIB Ahmedabad

                    અમદાવાદ, 12-04-2017

 

તા. ૧૦.૪.૨૦૧૭ નાં રોજ શ્રી બી. વેણુગોપાલ ની  લાઈફ ઇન્સ્યુરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા નાં મેનેજીંગ ડીરેક્ટર તરીકે વરણી થઇ છે

સન ૧૯૫૯ માં જન્મેલા  શ્રી વેણુગોપાલ નવેમ્બર ૧૯૮૩ માં આસીસ્ટન્ટ એડ્મીનીસ્ત્રેટીવ ઓફીસર તરીકે નિયુક્ત થયા  હતા. હરિપાદ, એલ્લાપી જીલ્લા,કેરાલા રાજ્ય નાં નિવાસી શ્રી બી. વેણુગોપાલ કેરાલા યુનિવર્સીટી નાં વિદ્યાર્થી હતા.

એલ.આઈ.સી. નાં મેનેજીંગ ડીરેક્ટર તરીકે ની નિમણુંક પહેલાં તેઓ એ વેસ્ટર્ન ઝોન નાં ઝોનલ મેનેજર ઈન્ચાર્જ તરીકે (એપ્રિલ ૨૦૧૫ થી એપ્રિલ ૨૦૧૭), એક્સ્ઝીક્યુટીવ ડીરેક્ટર (આઈ.ટી.વિભાગ) (એપ્રિલ ૨૦૧૨ થી અપ્રિલ ૨૦૧૫) અને એક્સ્ઝીક્યુટીવ ડીરેક્ટર (આઈ.ટી સોફ્ટ્વેર ડેવલોપમેન્ટ વિભાગ) (અપ્રિલ ૨૦૦૮ થી અપ્રિલ ૨૦૧૨) સુધી કાર્યાન્વિત હતા.

તેઓએ કારકિર્દીની શરૂઆત આસીસ્ટન્ટ એક્સ્ઝીક્યુટીવ ઓફીસર, સાઉથ ઝોન નાં કોઝીકોડ ડીવીઝન ની કસાર્ગોડ શાખા માંથી કરી હતી. તેઓએ કોમ્પુટર વિભાગ માં પણ કેન્દ્રીય કચેરી માં ઉત્તમ સેવાઓ આપી હતી.

તેમણે એલ.આઈ.સી.માં વિવિધ હોદાઓ ઉપર જવાબદારી નિભાવી છે, જેમાં મદુરાઈમાં માર્કેટિંગ મેનેજર, સીની. ડીવીઝનલ મનેજર કોઇમ્બતુર તેમજ રીજીઓનલ મેનેજર, મદ્રાસ નો સમાવેશ થાય છે.

એલ.આઈ.સી. માં તેમની કારકિર્દી દરમ્યાન તેઓ એ કોમ્પુટર ટેકનોલોજી માં બિઝનેસ પ્રોસેસ્સ શાથે સંકળાયેલા તથા પથ દર્શક બની રહેલા છે. જેમાં એલ.આઈ.સી. નાં કોર બિઝનેસ ઓપરેશોન જેવા કે એફ.ઈ.એ.પી. પેકેજ નો સમાવેશ થાય છે. મેટ્રો અરિયા નેટવર્ક દ્વારા આઈ.બી.આર. સીસ્ટમ, કોર્પોરેટ ડેટા વેર હાઉસીંગ તથા મોબાઈલ નેટવર્કિંગ નો પણ સમાવેશ થાય છે.

તેમની આગેવાની હેઠળ એલ.આઈ.સી. નાં  ૮ ઝોનલ ઓફીસ માના સૌથી મોટા ઝોન એટલે કે વેસ્ટર્ન ઝોને સતત નંબર ૧ નું સ્થાન જાળવી રાખ્યું છે. જેમાં નાણાકિય વર્ષ ૨૦૧૭ માં પ્રથમ પ્રીમિયમ ની આવક ૬૫૫૦ કરોડ નાં લક્ષ્યાંક સામે ૮૫૫૦ કરોડ સુધી પહોચાડવાનો સમાવેશ થાય છે.  માત્ર એટલુંજ નહીં, પેન્શન અને જૂથ વીમા નાં પ્રથમ પ્રીમિયમ આવક નાં ૧૦૫૦૦ કરોડ નાં લક્ષ્યાંક સામે ૧૮૦૦૦ કરોડ સુધી પહોચાડવાનો પણ સમાવેશ થાય છે. 

તેઓ રમતગમત, વાંચન અને શાસ્ત્રીય સંગીતનો શોખ ધરાવે છે. તેમના જીવન સાથી શ્રીમતી નલીની વેણુગોપાલ હાલમાં ન્યુ ઇન્ડિયા ઇન્સ્યુરન્સમાં ચીફ મેનેજર તરીકે કાર્યાન્વિત છે. તેમના એકમાત્ર પુત્ર આદિત્ય આર્મી પબ્લિક સ્કૂલ, કોલાબા નો હોનહાર વિદ્યાર્થી છે.

 

AP/J.Khunt/GP                               ક્રમાંક : 226


(Release ID: 1487902)