રાષ્ટ્રપતિ સચિવાલય

તંજાનિયાના સંઘ દિવસની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રપતિનો સંદેશ

प्रविष्टि तिथि: 25 APR 2017 3:31PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 25-04-2017

રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજીએ સંયુક્ત તંજાનિયા ગણરાજ્યના સંઘ દિવસ (26 એપ્રિલ, 2017)ની પૂર્વ સંધ્યા પર ત્યાંની સરકાર અને નાગરિકોને શુભેચ્છા અને શુભકામનાઓ પાઠવી છે.

સંયુક્ત તંજાનિયા ગણરાજ્યના રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. જૉન પોમ્બ માગૂફુલીને મોકલેલા પોતના સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું, “તંજાનિયાના સંઘ દિવસના અવસર પર મહામહિમ અને ત્યાંના મૈત્રીપૂર્ણ લોકોને ભારત સરકાર, અહીંની જનતા તથા મારા તરફથી શુભેચ્છા અને શુભકામનાઓ આપતા મને અત્યંત પ્રસન્નતા થઈ રહી છે.

ભારત અને તંજાનિયાની વચ્ચે લાંબા સમયથી ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધ રહ્યા છે. આપણા લોકોના પરસ્પર લાભ માટે બંને દેશોની વચ્ચે બહુઆયામી સહયોગ સતત વધતો રહ્યો છે. આગામી વર્ષોમાં અમે પ્રગતિ કરી રહેલા તંજાનિયાની સાથે આ સંબંધોને વધુ સુદૃઢ બનાવવા ઈચ્છીએ છીએ.

મહામહિમ હું તંજાનિયાના મૈત્રીપૂર્ણ લોકોની પ્રગતિ અને સમૃદ્ધિ માટે આપના સારા સ્વાસ્થ્યની કામના કરું છું.”

 

AP/J.Khunt/GP                                               


(रिलीज़ आईडी: 1488576) आगंतुक पटल : 96
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English