માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય

લંડન સ્ટૉક એક્સચેન્જમાં એનએચએઆઈ મસાલા બૉન્ડનો શુભારંભ

प्रविष्टि तिथि: 12 MAY 2017 5:39PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 12-05-2017

 

કેન્દ્રીય માર્ગ, પરિવહન, રાજમાર્ગ તેમજ શીપીંગ મંત્રી શ્રી નિતિન ગડકરીએ ગઈકાલે લંડન સ્ટૉક એખ્સચેન્જમાં એનએચએઆઈ મસાલા બૉન્ડનો શુભારંભ કર્યો. અલગ-અલગ ક્ષેત્રો થી મોટી સંખ્યામાં પહોંચેલા રોકાણકારોએ સકારાત્મક પ્રતિક્રિયા આપી. આમાંથી કેટલાકે મસાલા બૉન્ડ બજારમાં પહેલી વખત ભાગ લીધો.

એ રસપ્રદ છે કે એનએચએઆઈ મસાલા બૉન્ડ ઈશ્યુમાં વિશ્વભરમાંથી રોકાણકારોને આકર્ષિત કરાયા છે. કુલ સબસ્ક્રિપ્શનના 60 ટકા એશિયાઈ રોકાણકારોનો રહ્યા જ્યારે બાકીના 40 ટકા યૂરોપિયન નિવેશકોનો રહ્યો. ત્યારબાદ રકમના 61 ટકા ફંડ મેનેજરો અથવા ઈન્શોયરન્સ પાસેથી આવ્યા છે, 18 ટકા બેંકો પાસેથી આવ્યા છે, 21 ટકા પ્રાઈવેટ બેંકોથી આવ્યા છે. આ અવસર પર લંડન સ્ટૉક એક્સચેન્જે શ્રી નિતિન ગડકરીને એક સ્મૃતિ ચિન્હ પણ ભેટ આપ્યું.

શ્રી ગડકરીએ આની શરૂઆત કરતા લંડન સ્ટૉક એક્સચેન્જમાં વ્યાપાર શરૂ કરવાની શરૂઆત કરી. એ બાદ તેમણે લંડન સ્થિત ઈન્ડિયા હાઉસમાં મીડિયાને પણ સંબોધિત કર્યા. ગડકરીએ આંબેડકર હાઉસની પણ મુલાકાત લીધી. જ્યાં ડૉ. બી. આર. આંબેડકર લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિક્સમાં પોતાના ભણતર દરમિયાન તેઓ રહેતા હતા.

 

AP/J.Khunt/GP                                                              


(रिलीज़ आईडी: 1489739) आगंतुक पटल : 207
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English