શ્રમ અને રોજગાર મંત્રાલય
ભારત છોડો આંદોલનની 75મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે ઈએસઆઈસી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાશે
પોસ્ટેડ ઓન:
28 AUG 2017 5:13PM by PIB Ahmedabad
અમદાવાદ, 28 ઓગસ્ટ, 2017
ભારત છોડો આંદોલનની 75મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળના કર્મચારી રાજ્ય વીમા નિગમ (ઈએસઆઈસી) દ્વારા 30 ઓગષ્ટના રોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ તિરંગા યાત્રા 30 ઓગષ્ટના રોજ સવારે 11.00 કલાકે ઈએસઆઈસી ક્ષેત્રિય કાર્યાલય, ઈન્કમટેક્સ સર્કલથી શરૂ થશે અને 12.15 વાગ્યે ગાંધી આશ્રમ, સાબરમતી ખાતે પૂર્ણ થશે. તિરંગા યાત્રા બાદ ગાંધી આશ્રમ ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવશે.
AP/JK/GP
(રીલીઝ આઈડી: 1500889)
મુલાકાતી સંખ્યા : 193