લઘુમતિ બાબતોનું મંત્રાલય
શ્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કેન્દ્રીય અલ્પસંખ્યક કાર્ય મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો
प्रविष्टि तिथि:
04 SEP 2017 5:39PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 4 સપ્ટેમ્બર 2017
શ્રી મુખતાર અબ્બાસ નકવીએ આજે કેન્દ્રીય અલ્પસંખ્યક બાબતોના મંત્રીનો પદભાર સંભાળ્યો છે. આ અવસર પર શ્રી નકવીએ કહ્યું કે અમે પાછલા ત્રણ વર્ષમાં “3-ઈ” એટલે કે, શિક્ષણ, રોજગાર અને સશક્તિકરણ પર અમારું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય દરેક અલ્પસંખ્યકોની સામાજિક-આર્થિક તેમજ શૈક્ષણિક ઉન્નતિ સુનિશ્ચિત કરશે. મંત્રી મહોદયે ભાર આપતા કહ્યું કે સરકાર સમ્માનની સાથે અલ્પસંખ્યકોના સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ છે.
શ્રી નકવીએ કહ્યું કે સરકારે અલ્પસંખ્યક વર્ગો સાથે સંબંધિત દરેક યોજનાઓને ગ્રાઉન્ડ લેવલ પર અસરકારક રીતે લાગુ કરી છે. તેમણે કહ્યું કે સૌનો વિકાસ અને વિશ્વાસપૂર્ણ વાતાવરણ બનાવવા માટે અમે પ્રતિબદ્ધ છીએ.
NP/JK/GP
(रिलीज़ आईडी: 1501665)
आगंतुक पटल : 203
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English