મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
સ્કૂલના બાળકોની સુરક્ષા પર આવતીકાલે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તથા માનવ સંસાધન વિકાસ મંત્રાલયની ઉચ્ચ સ્તરીય બેઠક
प्रविष्टि तिथि:
12 SEP 2017 3:45PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 12 સપ્ટેમ્બર 2017
સ્કૂલના બાળકોની સાથે દુર્વ્યવહારની ઘટનાઓની ગંભીરતાને ધ્યાનમાં લઈને આવતીકાલે નવી દિલ્હીમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તથા માનવ સંસાધન વિકાસ મંત્રાલય તરફથી ઉચ્ચ સ્તરીય બેઠક આયોજિત કરાશે. બેઠકની અધ્યક્ષતા સંયુક્તપણે મહિલા તેમજ બાળ વિકાસ મંત્રી શ્રીમતી મેનકા સંજય ગાંધી અને માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકર કરશે. આ બેઠકમાં બંને મંત્રાલયો, બાળ અધિકારોના સંરક્ષણ માટે રાષ્ટ્રીય આયોગ, સીબીએસઈ, એનસીઈઆરટી અને કેન્દ્રીય વિદ્યાલય સંગઠનના અધિકારી ભાગ લેશે.
શ્રીમતી મેનકા સંજય ગાંધીએ શ્રી જાવડેકર સાથે ફોન પર વાતચીત કરી અને સ્કૂલમાં મહિલા કર્મચારીઓ, ડ્રાઈવરો અને કન્ડકટરોને રાખવા, સ્કૂલમાં બાળકોની સાથે થતી જાતીય સતામણી પર શૈક્ષણિક ફિલ્મો બતાવવા, પોક્સો ઈ-બૉક્સ તથા ચાઈલ્ડ લાઈન 1098ને એનસીઈઆરટીના પ્રકાશનો દ્વારા લોકપ્રિય બનાવવા અને કર્મચારીઓ માટે કડક નિયમો લાગુ કરવા જેવા સૂચનો પર ચર્ચા કરી. શ્રીમતી મેનકા ગાંધીએ માનવ સંસાધન વિકાસ મંત્રીને લખેલા પત્રોમાં પણ સૂચનો આપ્યા હતા.
મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે ઈલેક્ટ્રોનિક તથા સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર અભિયાન શરૂ કર્યું છે.
શ્રીમતી મેનકા સંજય ગાંધીએ કહ્યું કે બંને મંત્રાલયોની બેઠકનો મૂળ ઉદ્દેશ દિશા-નિર્દેશો અને પ્રોટોકૉલ વિકસિત કરવાનો છે જેનું અનુપાલન સ્કૂલ જરૂરીયાતના રૂપમાં કરે જેથી બાળકો શારીરિક અને માનસિક ત્રાસથી સુરક્ષિત રહે.
મહિલા અને બાળ વિકાસ મંત્રીએ કહ્યું કે માતા – પિતા, વાલીઓ તથા શિક્ષકોને બાળકો અને તેમના વ્યવહાર પ્રત્યે સતર્ક રહેવું જોઈએ અને કોઈપણ શંકાશીલ સ્થિતિની સૂચના ઝડપથી ચાઈલ્ડ લાઈન નંબર 1098 અને પોક્સો ઈ-બૉક્સ પર અપાવી જોઈએ. પોક્સો ઈ-બૉક્સની લિંક આ પ્રકારે છે.
Link: http://www.ncpcr.gov.in/user_complaints.php
NP/JK/GP
(रिलीज़ आईडी: 1502506)
आगंतुक पटल : 262
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English