માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય

કરજણ ટોલનાકા પર વધારાની બે લેન બનાવવા સુચના આપતા કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયા

કરજણ ટોલનાકાની મુલાકાત લઈ કરી સમીક્ષા

Posted On: 09 OCT 2017 4:31PM by PIB Ahmedabad

અમદાવાદ, 09 ઓક્ટોબર, 2017

 

કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઈઝર્સ મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયાએ તા.09-10-2017ના રોજ કરજણ (વડોદરા) ટોલનાકાની જાત મુલાકાત લઈ લોકોને પડતી મુશ્કેલીઓ અંગે સમીક્ષા કરી હતી. આ દરમિયાન ટોલનાકા પર દરરોજનાં અંદાજે 90 હજાર થી 1 લાખ વાહનો પસાર થાય છે આ વાહનોની સંખ્યા સામે ટોલબુથ પર લેનની સંખ્યા ઓછી જણાતા વાહનોને પસાર થવામાં થોડો વિલંબ થતો હોઈ તેવુ લાગે છે. જેથી ટોલબુથ ઓપરેટરને વધારાની બે લેન સત્વરે કાર્યરત કરવા કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાએ સુચના આપી હતી. જેથી વાહનચાલકો રાહ જોયા વિના પસાર થઈ શકે.

  

વધુમાં, આ સમયે તેમણે RFટેગનો વ્યાપક ઉપયોગ થાય તથા તેની માટેની ખાસ લેનનો પણ અસરકારક ઉપયોગ થાય અને આ માર્ગનો ઉપયોગ કરતા વાહનધારકોને માર્ગ પર તથા ટોલબુથ પર જરૂરી સવલત મળે તથા કોઇ મુશ્કેલી ન પડે તે માટે પણ ટોલબુથ સંચાલકને જરૂરી વ્યવસ્થા તૈયાર રાખવા સૂચના આપી હતી.

 

NP/J.Khunt/GP                                       


(Release ID: 1505321)