વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
દિવાળી પછી વૈજ્ઞાનિકો એવા ફટાકડાનું નિર્માણ કરશે જેનાથી પ્રદૂષણ ના ફેલાઈ અને બાળકોના સ્વાસ્થ્યને નુકશાન ન થાય.
प्रविष्टि तिथि:
17 OCT 2017 4:18PM by PIB Ahmedabad
ચેન્નઈ, 17-10-2017
દિવાળી પછી વૈજ્ઞાનિકો એવા ફટાકડાનું નિર્માણ કરશે જેનાથી પ્રદૂષણ ના ફેલાઈ અને બાળકોના સ્વાસ્થ્યને નુકશાન ન થાય. ફટાકડાથી ફેલાતા પ્રદૂષણ અને બાળકોને થતા નુકસાનનો મુદ્દો ચર્ચામાં છે ત્યારે કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી, પૃથ્વી વિજ્ઞાન અને પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ડૉ. હર્ષવર્ધને જાહેરત કરી છે કે દિવાળી પછી વૈજ્ઞાનિકોના એક સંમેલનનું આયોજન કરવામાં આવશે. એમાં અમે એ સુનિશ્ચિત કરીશું કે દેશમાં એવા ફટાકડાનુ્ં નિર્માણ કરવામાં આવે જેનાથી પ્રદૂષણ ના ફેલાય અને બાળકોના સ્વાસ્થ્યને નુકસાન ન થાય. ડૉ. હર્ષ વર્ધને આ વાત ગઈકાલે ચેન્નાઈ ખાતે ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન ઉત્સવના સમાપન પ્રસંગે પોતાના ભાષણ દરમિયાન કહી હતી. મંત્રીશ્રી એ વધુમાં જણાવ્યું હતું કે દેશના વૈજ્ઞાનિકોએ આ પડકારને ઉપાડી લીધો છે અને એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આવતી દિવાળી પહેલા પ્રદૂષણમુક્ત ફટાકડાનું નિર્માણ થઈ જશે.

ભારત આંતરરાષ્ટ્રિય વિજ્ઞાન ઉત્સવ (આઈઆઈએસએફ-2017)ના સમાપન પ્રસંગે ઉપ રાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
NP/J.Khunt/GP
(रिलीज़ आईडी: 1506373)
आगंतुक पटल : 255