મહિલા અને બાળ વિકાસ મંત્રાલય

મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે રૂ. 1 લાખની ઇનામી રકમ સાથે ‘રાષ્ટ્રીય પોષણ અભિયાન’ માટે લોગો અને ટેગલાઇન સ્પર્ધા લોંચ કરી

Posted On: 12 DEC 2017 1:44PM by PIB Ahmedabad

મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પોષણ અભિયાન માટે લોગો ડિઝાઇન કરવા અને ટેગલાઇન સૂચવવા રચનાત્મક સૂઝસમજણ ધરાવતા લોકો વચ્ચે એક સ્પર્ધા શરૂ કરી છે. એવા નાગરિકો માટે આ એક ઉત્તમ તક છે, જેઓ રાષ્ટ્રીય મંચ પર પોતાની ડિઝાઇન ક્ષમતા પ્રદર્શિત કરવા ઇચ્છે છે.

ભારત સરકારે ગર્ભવતી મહિલાઓ, માતાઓ અને બાળકોનાં સંપૂર્ણ વિકાસ અને પર્યાપ્ત પોષણને સુનિશ્ચિત કરવા રાષ્ટ્રીય પોષણ અભિયાનને માન્યતા આપી હતી.      આ કાર્યક્રમનો લક્ષ્યાંક ઠીંગણાપણનું સ્તર ઘટાડવાનો, અપર્યાપ્ત કે કુપોષણની સમસ્યાનું સમાધાન કરવાનો, એનિમિયાનું સમાધાન કરવાનો અને નીચો જન્મદર ઘટાડવાનો છે. તે મુજબ જાગૃતિ લાવવા ઉચિત લોગો અને ટેગલાઇન લોંચ કરવા લોકો પાસેથી સૂચનો મંગાવવાનું સરકારને ઉચિત જણાયું છે.

મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી મેનકા સંજય ગાંધીએ કહ્યું હતું કે, મંત્રાલય નાગરિકો સાથે જોડાવામાં માનતું હોવાથી મંત્રાલયે આ માટે જાહેર જનતા પાસેથી અરજીઓ મંગાવી છે. મંત્રાલયનાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ આવી જ સ્પર્ધાઓને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે, જેને ધ્યાનમાં રાખીને વિજેતાને રૂ. 1 લાખની ઇનામી રકમ આપવાની દરખાસ્ત છે.

સહભાગીઓ લોગો કે ટેગલાઇન અથવા બંને મોકલી શકે છે. નિર્ણાયક મંડળ દ્વારા પસંદ કરેલ લોગો અને ટેગલાઇન અલગ-અલગ સહભાગીઓનાં હશે, તો ઇનામી રકમ વહેંચાઈ જશે.

 

ડબલ્યુસીડી મંત્રાલયનાં ફેસબુક અને ટ્વિટર એકાઉન્ટ (@MinistryWCD) પર સ્પર્ધાની વિગતો ઉપલબ્ધ છે. એન્ટ્રી સબમિટ કરવાની છેલ્લી તારીખ 17 ડિસેમ્બર, 2017 છે. એન્ટ્રી nnm.mwcd[at]gmail[dot]com પર સબમિટ કરવાની રહેશે.  

 

વધુ માહિતી માટે  bit.ly/2BGM59i

શરતો અને નિયમો:  http://bit.ly/2ACKnGA

*****

J.Khunt/GP                               


(Release ID: 1512231)