નાણા મંત્રાલય
વર્ષ 2017-18 દરમિયાન મોંઘવારીનો સરેરાશ દર છેલ્લાં છ વર્ષમાં સૌથી ઓછો
Posted On:
29 JAN 2018 5:33PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 29-01-2018
કેન્દ્રિય નાણાં અને કોર્પોરેટ સંબંધિત બાબતોનાં મંત્રી શ્રી અરુણ જેટલીએ આજે સંસદમાં આર્થિક સમીક્ષા 2017-18 પ્રસ્તુત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, 2017-18 દરમિયાન દેશમાં ફુગાવા કે મોંઘવારીનો દર મધ્યમ રહ્યો છે. ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક (સીપીઆઈ) પર આધારિત મોંઘવારીનો દર 3.3 ટકા રહ્યો, જે છેલ્લાં છ વર્ષોમાં સૌથી ઓછો છે.
આર્થિક સર્વેક્ષણ મુજબ, હાઉસિંગ, ઇંધણ અને વિજળીને છોડીને તમામ મોટા કોમોડિટી ક્ષેત્રોમાં મોંઘવારીનાં દરમાં આ ઘટાડો નોંધવામાં આવ્યો છે. નવેમ્બર, 2016થી ઓક્ટોબર, 2017 એટલે સંપૂર્ણ 12 મહિના દરમિયાન મોંઘવારીનો મુખ્ય દર ચાર ટકાથી નીચે નોંધવામાં આવ્યો. જ્યારે ચાલુ નાણાકીય વર્ષ એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક સરેરાશ એક ટકા હતો.

સર્વેક્ષણ મુજબ છેલ્લાં ચાર વર્ષમાં અર્થવ્યવસ્થામાં ક્રમિક ફેરફાર જોવા મળ્યો છે, જેમાં એક ગાળા દરમિયાન ફુગાવો અતિ વધવા કે અતિ ઘટડવાને બદલે સ્થિર જળવાઈ રહ્યો છે. ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક દ્વારા માપવામાં આવતો મોંઘવારીનો દર છેલ્લાં વર્ષમાં નિયંત્રણમાં રહ્યો છે. સ્પષ્ટ છે કે ચાલુ નાણાકીય વર્ષનાં પ્રથમ છ મહિનામાં ફુગાવાનાં દરમાં જે ઘટાડો જોવા મળ્યો એ ખાદ્ય પદાર્થોમાં હતો. તેનો દર (-) 2.1થી 1.5 ટકા રહ્યો.
આર્થિક સમીક્ષા અનુસાર, તાજેતરનાં મહિનાઓમાં ખાદ્ય પદાર્થોનાં મૂલ્યોમાં વધારો જોવાં મળ્યો હતો, જે માટે શાકભાજી અને ફળફળાદિની કિંમતોમાં થયેલો વધારો જવાબદાર હતો. વર્ષ 2016-17માં ગ્રામીણ વિસ્તારોમાં ઉપભોક્તા મૂલ્ય સૂચકાંકનાં મુખ્ય ઘટક ખાદ્ય પદાર્થો રહ્યાં છે, જ્યારે શહેરી વિસ્તારોમાં હાઉસિંગ ક્ષેત્રએ મોંઘવારીમાં મુખ્ય ભૂમિકા અદા કરી છે. વર્ષ 2016-17 દરમિયાન જો અમે રાજ્યમુજબ મોંઘવારીનો દર જોઈએ તો આપણને ખ્યાલ આવે છે કે મોટાં ભાગનાં રાજ્યોમાં ઉપભોક્તા મૂલ્ય સૂચકાંકમાં મોટાં ઘટાડાનો ગાળો ચાલુ રહ્યો છે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 17 રાજ્યોમાં ફુગાવાનો દર 4 ટકાથી ઓછો રહ્યો. સરકાર તરફથી અનેક સ્તરે પ્રયાસો થવાથી મોંઘવારીનાં દરમાં આ ઘટાડો જોવા મળ્યો છે.
J.Khunt/GP
(Release ID: 1518198)