માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય
NHAI દ્વારા 192 ટોલ પ્લાઝા પર શૌચાલયની વ્યવસ્થા કરાઈ
બાકીના 180 ટોલ પ્લાઝાને માર્ચ 2019 સુધીમાં આવરી લેવાશે
प्रविष्टि तिथि:
31 JAN 2018 4:54PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 31-01-2018
ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) દ્વારા દેશના 192 ટોલ પ્લાઝા પર શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે. જ્યારે બાકીના 180 ટોલ પ્લાઝાને માર્ચ, 2019ના અંત સુધીમાં આવરી લેવામાં આવશે. ભારત સરકારનાં સ્વચ્છ ભારત મિશન અભિયાન અંતર્ગત NHAI ટોલ પ્લાઝા પર બંને બાજુએ પુરૂષ અને મહિલા માટે અલગ શૌચાલયની વ્યવસ્થા કરી રહ્યું છે. આ ઉપરાંત થૂંકદાની અને સ્વચ્છતા માટે પ્રેરિત કરતા સંદેશા સાથેનાં હોર્ડિંગ્સ પણ મુકવામાં આવ્યા છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય આ કામગીરી પર ધ્યાન રાખી રહ્યું છે.
NP/J.Khunt/GP
(रिलीज़ आईडी: 1518434)
आगंतुक पटल : 241
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English