નાણા મંત્રાલય
રાજકોષીય વર્ષ 2018-19 દરમિયાન કુલ ખર્ચ 24.42 લાખ કરોડ રૂપિયાથી વધારે રહેવાની ધારણા
આગામી રાજકોષીય વર્ષમાં રાજકોષીય ખાધ જીડીપી (કુલ સ્થાનિક ઉત્પાદન)ના 3.3 ટકા રહેશે.
प्रविष्टि तिथि:
01 FEB 2018 5:11PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 01-02-2018
2018-19 દરમિયાન કુલ ખર્ચ 24.42 લાખ કરોડ રૂપિયાથી વધારે થવાની ધારણા છે. 3.3 ટકા રાજકોષીય ખાધ 6 લાખ 24 હજાર 276 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે, જેની નાણાકીય પૂર્તતા ઋણ લઇને કરવામાં આવશે.
કેન્દ્રિય નાણાં મંત્રી શ્રી અરૂણ જેટલીએ 2018-19નું સાધારણ બજેટ રજૂ કરતાં આજે કહ્યું હતું કે, આ બજેટમાં સરકારની કૃષિ, સામાજિક ક્ષેત્ર, ડિજિટલ પેમેન્ટ, માળખાગત સુવિધાઓ અને રોજગારીનાં સર્જનમાં રોકાણને પર્યાપ્ત પ્રોત્સાહન આપવાની સાથે નાણાકીય સર્વસમાવેશકતાનાં માર્ગે પ્રશસ્ત રહેવાની દ્રઢ પ્રતિબદ્ધતા પ્રદર્શિત થાય છે. નાણાં અને કોર્પોરેટ સંબંધિત બાબતોનાં મંત્રી શ્રી અરૂણ જેટલીએ કહ્યું હતું કે, સંશોધિત અનુમાન (2017-18)થી ખર્ચમાં 2,24,463 કરોડનો વધારો સરકારની પ્રતિબદ્ધતાને પ્રમાણિત કરે છે. તેમણે જણાવ્યું હતું કે, રાજકોષીય ખાધને 2017-18નાં કુલ સ્થાનિક ઉત્પાદનથી 0.2 ટકા ઓછી કરવાનો સંશોધિત લક્ષ્યાંક છે.
નાણાં મંત્રી શ્રી અરૂણ જેટલીએ જણાવ્યું કે, વર્તમાન સરકારે મે, 2014માં કામગીરી સંભાળી હતી, ત્યારે રાજકોષીય ખાધ અતિ ઊંચા સ્તરે હતી. 2013-14માં રાજકોષીય ખાધ જીડીપીની 4.4 ટકા હતી. પ્રધાનમંત્રી અને સરકાર વિવેકાધિન રાજકોષીય વ્યવસ્થાપન અને રાજકોષીય ખાધને નિયંત્રિત કરવાની બાબતને હંમેશા સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. તેમણે જણાવ્યું કે, વર્તમાન સરકાર 2014થી સતત રાજકોષીય ખાધને ઘટાડવાને માર્ગે અગ્રેસર છે. વર્ષ 2014-15માં રાજકોષીય ખાધ 4.1 ટકાથી ઘટાડીને 2015-16માં 3.9 ટકા અને 2016-17માં 3.5 ટકા કરવામાં આવી હતી. 2017-18માં સંશોધિત રાજકોષીય ખાધ જીડીપીના 3.5 ટકાના આધારે 5.95 લાખ કરોડ રૂપિયા રહેવાની ધારણા છે.
નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, સંશોધિત રાજકોષીય માર્ગદર્શન માટે સરકારની પ્રતિબદ્ધતા પ્રત્યે સ્પષ્ટ વિશ્વસનિયતા લાવવા માટે, ઋણ નિયમને અંગીકાર કરવા અને જીડીપી રેશિયોની સરખામણીમાં કેન્દ્ર સરકારનાં દેવાને 40 ટકા નીચે લાવવા સાથે સંબંધિત રાજકોષીય સુધારો અને બજેટ વ્યવસ્થાપન સમિતિની મુખ્ય ભલામણોને સ્વીકાર કરવાનો પ્રસ્તાવ રજૂ કરું છું. સરકારે રાજકોષીય ખાધનાં લક્ષ્યાંકને મુખ્ય માપદંડ તરીકે ઉપયોગ કરવાની ભલામણ સ્વીકારી લીધી છે. શ્રી જેટલીએ જણાવ્યું હતું કે, જરૂરી સંશોધન પ્રસ્તાવ નાણાં ખરડામાં સામેલ કરવામાં આવ્યું છે.
NP/J.Khunt/GP
(रिलीज़ आईडी: 1518673)
आगंतुक पटल : 218