નાણા મંત્રાલય

ગ્રામીણોનું જીવન વધારે સારૂ બનાવવા માટે ગોબર-ધન યોજનાના શુભારંભની જાહેરાત કરવામાં આવી

Posted On: 01 FEB 2018 5:35PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 01-02-2018

 

            ખુલ્લામાં શૌચથી ગામોને મુક્ત કરાવવા તથા ગ્રામીણોના જીવનને વધારે સારૂ બનાવવા માટે કેન્દ્રીય નાણાં તથા કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રી અરૂણ જેટલીએ ગુરૂવારે પોતાના બજેટ ભાષણમાં ગોબર-ધન (ગેલ્વેનાઈઝિંગ ઓર્ગેનિક બાયો-એગ્રો રિસોર્સ ધન) યોજનાના શુભારંભની જાહેરાત કરી હતી. મંત્રી મહોદયે કહ્યું હતું કે આ યોજના અંતર્ગત પશુઓના ગોબર તથા ખેતરોમાં રહેલા કચરાને કમ્પોસ્ટ, બાયો-ગેસ અને બાયો-સીએનજીમાં પરિવર્તિત કરવામાં આવશે.

            નાણામંત્રીએ કહ્યું હતું કે માળખાગત વિકાસ, વિપરીત સપાટીની સફાઈ, ગ્રામીણ સ્વચ્છતા વગેરે માટે નમામિ ગંગે યોજના અંતર્ગત 16,713 કરોડ રૂપિયાના ખર્ચે 187 યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. તેમાંથી 47 યોજનાઓ પૂરી થઈ ગઈ છે અને બાકી રહેલી યોજનાઓનો અમલ વિવિધ તબક્કામાં છે. ગંગા નદી કિનારે રહેલા 4465 ગંગા ગામડાઓને જાહેરમાં શૌચથી મુક્ત કરી દેવામાં આવ્યા છે.

            સમાવેશી સમાજ નિર્માણના વિઝન અંતર્ગત સરકારે વિકાસ માટે 115 આકાંક્ષાયુક્ત જિલ્લાઓની ઓળખ કરી છે. આ જિલ્લાઓમાં સ્વાસ્થ્ય, શિક્ષા, પોષણ, સિંચાઈ, ગ્રામીણ વિદ્યુતીકરણ, પેયજળ, શૌચાલય વગેરેમાં રોકાણ કરીને ચોક્કસ સમયાવધિમાં વિકાસની ગતિને ઝડપી બનાવવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું હતું કે આ 115 જિલ્લા વિકાસના મોડલ સાબિત થશે.

 

NP/J.Khunt/GP                        


(Release ID: 1518708)