મંત્રીમંડળ
મંત્રીમંડળે મુખ્ય બંદર સત્તામંડળ ખરડા, 2016માં ફેરફારોને મંજૂરી આપી
प्रविष्टि तिथि:
07 FEB 2018 10:31PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે સંસદમાં વિલંબિત મુખ્ય બંદર સત્તામંડળ ખરડા, 2016માં સરકારી સુધારાઓને સામેલ કરવાની મંજૂરી આપી દીધી છે. આ સંશોધન વિભાગ સંબંધિત સંસદીય સ્થાયી સમિતિની ભલામણો પર આધારિત છે.
તેમાં નીચેમુજબનાં ફેરફારો સામેલ કરવામાં આવ્યાં છે :
- બંદરમાં કાર્યરત કર્મચારીઓમાંથી બંદર સત્તામંડળ બોર્ડમાં નિયુક્ત થનાર શ્રમ પ્રતિનિધિઓની સંખ્યા એકથી વધારીને બે કરવામાં આવી છે.
- કર્મચારીઓનાં હિતોનું પ્રતિનિધિત્વ કરવા માટે નિયુક્ત થનાર સભ્ય 3 વર્ષની મુદ્દત સુધી પદ પર રહેશે અને સતત બે વખતથી વધારે મુદ્દત માટે નહીં રહી શકે. બોર્ડમાં તેમનું સભ્યપદ સેવાનિવૃત્ત થવાની સાથે પૂર્ણ થઈ જશે.
- બંદર સત્તામંડળ બોર્ડમાં સ્વતંત્ર સભ્યોની સંખ્યા લઘુત્તમ બેથી મહત્તમ ચાર થશે.
- બંદર ટ્રસ્ટ કાયદા, 1963 અંતર્ગત દરેક વ્યક્તિ, જે ટ્રસ્ટ બોર્ડમાંથી આવી કોઈ તારીખ અગાઉ સેવાનિવૃત્તિનો લાભ મેળવતી હતી, એ બોર્ડ પાસેથી આવા લાભ મેળવતી રહેશે.
- દરેક બંદરનું બોર્ડ કોઈ વિકાસ અથવા બંદરની સરહદો અંતર્ગત તથા તેની સાથે સંબંધિત જમીન પર બનેલા માળખા અને સ્થાપિત થનાર માળખાનાં સંબંધમાં વિશિષ્ટ માસ્ટર પ્લાન તૈયાર કરવાનો અધિકાર ધરાવે છે અને માસ્ટર પ્લાન પર કોઈ સ્થાનિક અથવા રાજ્ય સરકારનાં કોઈ સત્તામંડળ, જે પણ હોય, તેના નિયમનો લાગુ નહીં થાય.
- સરકારી ખાનગી ભાગીદારી (પીપીપી) યોજનાઓ માટે કાયદો લાગુ થયા પછી છૂટછાટ મેળવનાર બજારની શરતો પર કરવેરા નક્કી કરવામાં સ્વતંત્ર હશે.
- આ કાયદાની જોગવાઈ અંતર્ગત બોર્ડ દ્વારા અથવા બોર્ડ તરફથી પ્રાપ્ત તમામ ભંડોળ બંદરોનાં આ પ્રકારનાં સામાન્ય ખાતાં અને ખાતાઓમાં જમા કરવામાં આવશે, જે બોર્ડ દ્વારા ભારત સરકારનાં નાણાં મંત્રાલયનાં દિશાનિર્દેશો અનુસાર નિશ્ચિત સમયાંતરે કોઈ સરકારી બેંક સાથે ખોલવાનાં છે.
- એડજુકેટરી બોર્ડનાં મુખ્ય અધિકારી અને સભ્યોની નિમણૂક પસંદગી સમિતિની ભલામણો પર કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે.
- કેન્દ્ર સરકાર એડજુકેટરી બોર્ડનાં મુખ્ય અધિકારી અથવા કોઈ સભ્યને નિર્ધારિત રીતે દૂર કરવાનો અધિકાર ધરાવે છે.
- રદ અને બચત અંતર્ગત એક સેવિંગ ફંડ રાખવામાં આવ્યું છે, જેથી બોમ્બે પોર્ટ ટ્રસ્ટ એક્ટ, 1879 અને કોલકાતા પોર્ટ ટ્રસ્ટ એક્ટ, 1890 અંતર્ગત સંપત્તિનાં મ્યુનિસિપલ આકલન સાથે સંબંધિત મુંબઈ અને કોલકાતા પોર્ટ દ્વારા પ્રાપ્ત વર્તમાન લાભ ચાલુ રહેશે.
(रिलीज़ आईडी: 1519821)
आगंतुक पटल : 218
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English