PIB Backgrounder

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત

પોસ્ટેડ ઓન: 09 MAR 2018 2:02PM by PIB Ahmedabad

અમદાવાદ, 09-03-2018

 

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પોસ્ટ માસ્તર જનરલ વડોદરા, પ્રતાપગંજ, પવનવીર એપાર્ટમેન્ટ સામે, ડાક ભવન, રીજીયનની કચેરી ખાતે તારીખ 390002 વડોદરા 23-3-2018ને શુક્રવારના રોજ સવારે 11.00 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.

આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલ સેવાઓને લગતી અન્ય મુદ્દાઓ સંબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે.

ટપાલ સેવા અંગે અદાલતમાં રજૂ કરવાની ફરિયાદો સુશ્રી વી. એ. તારે, પોસ્ટ માસ્તર જનરલની કચેરી, ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસીસ આસિસ્ટન્ટના સરનામે મોડામાં મોડી 16-03-2018 સુધીમાં 390002-વડોદરા, પ્રતાપગંજને મળી જાય તે રીતે મોકલવાની રહેશે. નિર્ધારિત સમય મર્યાદા બાદ મળેલ ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહિં.

 

J.Khunt/GP                                                                                                                                


(રીલીઝ આઈડી: 1523455) મુલાકાતી સંખ્યા : 171