નાણા મંત્રાલય

આવકવેરા કાર્યાલય 29, 30 અને 31 માર્ચ, 2018ના રોજ પણ ચાલુ રહેશે

Posted On: 27 MAR 2018 12:39PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 27-03-2018

 

આકારણી વર્ષ 2016-17 અને 2017-18 માટે બાકી રીટર્ન ભરવાની છેલ્લી તારીખ અને આકરણી વર્ષ 2016-17 માટે સંશોધિત રીટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2018 છે. નાણાકીય વર્ષ 2017-18, 31 માર્ચ, 2018ના રોજ પૂર્ણ થાય છે જે શનિવાર છે. 29 અને 30 માર્ચ, 2018ના રોજ રજા હોવાથી સરકારી કાર્યાલયો બંધ રહેશે.

પરંતુ આવકવેરા રિટર્ન ભરવા અને તેને સંબંધિત કાર્ય પૂર્ણ કરવા માટે, આખા ભારતમાં દરેક આવકવેરા કાર્યાલય તારીખ 29, 30 અને 31 માર્ચ, 2018ના રોજ ચાલુ રહેશે. એએસકે કેન્દ્ર પણ આ દિવસોમાં ચાલુ રહેશે. કરદાતાઓને મદદ કરવા અને તેમના દ્વારા રીટર્ન ફાઈલ કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે.

 

NP/J.Khunt/GP                                                                                                                             


(Release ID: 1526593) Visitor Counter : 209
Read this release in: Tamil , English , Urdu