રસાયણ અને ખાતર મંત્રાલય
સરકારે ખાનગી સંસ્થાઓ અને સંસ્થાગત એજન્સીઓ એમ બંને માટે યુરિયાનાં ડિલરોનાં મેટ્રિક ટનદીઠ માર્જિનમાં સુધારો કરી રૂ. 354 કર્યું, જે 01 એપ્રિલ, 2018થી લાગુ થશે
આ પગલાંનો લાભ સમગ્ર દેશમાં આશરે 23,000 ડિલર્સને મળશે, જેથી ડીબીટીનાં અમલ પછી નાણાકીય વ્યવહારિકતા વધશે
Posted On:
29 MAR 2018 8:58AM by PIB Ahmedabad
ભારત સરકારે યુરિયાનાં વેચાણ માટે તમામ ડિલર્સ/વિતરકોનું માર્જિન સુધારીને મેટ્રિક ટન દીઠ રૂ. 354 કરવા મંજૂરી આપી છે, જેની ચુકવણી તમામ ડિલર્સ/વિતરકોને એકસમાન રીતે થશે. સુધારેલા દર 01 એપ્રિલ, 2018થી લાગુ પડશે. ડિલરોનું આ માર્જિન પીઓએસ ઉપકરણ મારફતે વેચાતા યુરિયાનાં પ્રમાણ પર જ ચુકવવામાં આવશે.
18 જૂન, 1999નાં જાહેરનામા મુજબ, અત્યારે ખાનગી સંસ્થાઓ અને સહકારી સંસ્થાઓને યુરિયાનાં વેચાણ માટે વિતરણ/ડિલર માર્જિન ચુકવવામાં આવે છે, જે ખાનગી વેપાર મારફતે વેચાણ બદલ મેટ્રિક ટનદીઠ રૂ. 180/- અને સંસ્થાગત એજન્સીઓ મારફતે થતાં વેચાણ બલ મેટ્રિક ટન દીઠ રૂ. 200/- ચુકવવવામાં આવે છે. સરકારના ખાતરનાં ક્ષેત્રમાં પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ (ડીબીટી)નાં નિર્ણયને પરિણામે વિતરણ/ડિલર માર્જિન માટેની માગ ડિલર્સ અને ખાતર કંપનીઓ દ્વારા સતત ઉઠાવવામાં આવી હતી, જેથી ડીબીટીનાં અમલ પછી ડિલર્સની નાણાકીય વ્યવહારિકતા સુનિશ્ચિત થઈ છે.
સમગ્ર દેશમાં આશરે 23,000 ડિલર્સ/વિતરકોને નિર્ણય દ્વારા લાભ થશે એવી સંભાવના છે, જે ડીબીટીનાં અમલ પછી નાણાકીય વ્યવહારિકતા વધારશે. આ પગલાને લીધે સરકાર પર વાર્ષિક રૂ. 515.16 કરોડનું સબસિડી વધારાનું ભારણ વધશે.
(Release ID: 1526996)