મંત્રીમંડળ
મંત્રીમંડળે ભારતીય પ્રતિસ્પર્ધા પંચનાં કદમાં ઘટાડો કરવા માટે મંજૂરી આપી
Posted On:
04 APR 2018 7:20PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ભારતીય પ્રતિસ્પર્ધા પંચ (સીસીઆઈ)માં હાલની બે ખાલી જગ્યાઓ અને એક વધારાની જગ્યાને નહીં ભરીને તેનું કદ એક અધ્યક્ષ અને છ સભ્ય (કુલ સાત)થી ઘટાડીને તેને સ્થાને એક અધ્યક્ષ અને ત્રણ સભ્ય (કુલ ચાર) કરવા માટે મંજૂરી આપી દીધી છે. સીસીઆઈમાં એક જગ્યા સપ્ટેમ્બર, 2018માં ખાલી થવાની આશા છે, ત્યારે એક પદાધિકારીનો કાર્યકાળ પૂર્ણ થઈ જશે.
લાભઃ
આ પ્રસ્તાવથી પંચનાં સભ્યોનાં ત્રણ પદો ઓછા થઈ જશે, જે લઘુતમ સરકાર – મહત્તમ શાસનનાં સરકારનાં ઉદ્દેશને પૂર્ણ કરે છે.
દેશમાં વિવિધ ઉદ્યોગો, કંપનીઓ કે વ્યવસાયોનાં વિલય અને એકીકરણની પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવવવાનાં સરકારનાં આશય સાથે મંત્રાલયે વર્ષ 2017માં લઘુતમ સ્તરોમાં સુધારા-વધારા કર્યા હતાં, જે અસ્કયામતોની ગણતરી અને આ પ્રકારનાં કાર્યો સાથે જોડાયેલા એક લક્ષ્યાંકનાં વેપાર માટે અપનાવવામાં આવનારી યુક્તિઓ અને કાર્યપ્રણાલીઓ પર લાગુ છે. તેનાથી પંચમાં જમા કરવા માટે ઉદ્યોગો માટે ફરજિયાત નોટિસોમાં ઘટાડો થશે. વળી તેનાથી પંચ પર નાણાકીય ભારણ પણ ઓછું થશે.
સાથે-સાથે વિવિધ પ્રકારની અપીલોની સુનાવણીમાં ઝડપથી પરિવર્તન થવાનાં કારણે ઝડપી સ્વીકૃતિની આશા છે, જેથી કોર્પોરેટની વ્યાવસાયિક પ્રક્રિયા ઝડપી બનશે અને દેશમાં રોજગારની વધારે તકો પેદા થશે.
પૃષ્ઠભૂમિ:
પ્રતિસ્પર્ધા કાયદા, 2002ની કલમ 8(1)માં વ્યવસ્થા છે કે પંચમાં એક અધ્યક્ષ હશે અને ઓછામાં ઓછા બે અને વધુમાં વધુ છ સભ્યો નહીં હોય. અત્યારે પંચમાં એક અધ્યક્ષ અને ચાર સભ્યો છે.
આ કાયદામાં કેન્દ્ર સરકાર દ્વારા અધિસૂચનાનાં સ્થાને ઓછામાં ઓછા બે સભ્યો મળીને એક મુખ્ય બેંચ, અન્ય વધારાની બેંચ અથવા મર્જર બેંચ સ્થાપિત કરવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને એક અધ્યક્ષ અને 10થી વધારે સભ્ય ન હોવાની પ્રારંભિક મર્યાદા પ્રદાન કરવામાં આવી હતી. પ્રતિસ્પર્ધા (સંશોધન) ધારા, 2007 (વર્ષ 2007ની 39મી)માં કલમ 22માં બેંચોની રચનાની જોગવાઈનો અંત લાવવા માટે સંશોધન કરવામાં આવ્યું હતું. આ જ સંશોધન ધારામાં એક અધ્યક્ષ અને બે સભ્યો મળીને પ્રતિસ્પર્ધા અપીલ ન્યાયમંડળની રચના કરવામાં આવી છે. પંચનાં સભ્યોની કુલ સંખ્યામાં ક્રમશઃ ઘટાડો કરવામાં આવ્યો નથી તથા તેમાં એક અધ્યક્ષ અને બેથી ઓછા, પણ છથી વધારે સભ્ય ન રાખવાની જોગવાઈ કરવામા આવી છે.
ભારતીય પ્રતિસ્પર્ધા પંચ અસ્તિત્વમાં આવ્યાં પછી કોલેજિયમ સ્વરૂપે કામ કરે છે. પ્રતિસ્પર્ધા સત્તામંડળનું કદ જાપાન, અમેરિકા અને બ્રિટન જેવા મુખ્ય અધિકારક્ષેત્રોની જેવું છે.
RP
(Release ID: 1527782)