ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી રાજનાથસિંહ ગાંધીનગર ખાતે વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની 23મી બેઠકની અધ્યક્ષતા કરશે
Posted On:
25 APR 2018 12:42PM by PIB Ahmedabad
અમદાવાદ-24-04-2018
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી રાજનાથ સિંહ 26 એપ્રિલ, 2018ના રોજ ગાંધીનગરની મુલાકાત લેશે. તેઓ ગાંધીનગરના નવા સચિવાલય ખાતે વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની 23મી બેઠકની અધ્યક્ષતા કરશે. વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલમાં ગોવા, ગુજરાત, મહારાષ્ટ્ર તેમજ દીવ અને દમણ તથા દાદરા અને નગર હવેલીનો સમાવેશ થાય છે. રાજ્યો વચ્ચે સહકાર વધારવા માટે સ્ટેટ રીઓર્ગેનાઈઝેશન એક્ટ, 1956 અંતર્ગત આ પ્રકારની છ અલગ અલગ કાઉન્સિલની રચના કરવામાં આવી છે.
ક્ષેત્રિય પરિષદો આર્થિક અને સામાજિક આયોજન, સીમા વિવાદ, ભાષાકીય લઘુમતિઓ અને આંતરરાજ્ય પરિવહન વગેરે જેવા જાહેર હિતના વિષયો પર ચર્ચા કરવા અને ભલામણો કરવા માટે અધિકૃત છે. આ પરિષદો આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક રીતે જોડાયેલા રાજ્યો વચ્ચે સહકાર વધારવા માટેના ક્ષેત્રીય મંચની ગરજ સારે છે.
NP/J.Khunt/GP
(Release ID: 1530250)