પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ હેમવતી નંદન બહુગુણાની સ્મૃતિમાં ટપાલ ટિકીટ પ્રસિદ્ધ કરી

Posted On: 25 APR 2018 7:52PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વ. શ્રી હેમવતી નંદન બહુગુણાની સ્મૃતિમાં ટપાલ ટિકીટ પ્રસિદ્ધ કરી હતી.

આ પ્રસંગે પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ શ્રી બહુગુણાને લોકતાંત્રિક મૂલ્યો માટે પ્રતિબદ્ધ ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે શ્રી બહુગુણા મહાત્મા ગાંધી, આચાર્ય વિનોબા ભાવે, આચાર્ય નરેન્દ્ર દેવ, રામ મનોહર લોહિયા અને ચંદ્રશેખર આઝાદ જેવા નેતાઓથી ઘણા પ્રભાવિત હતા.

પ્રધાનમંત્રીએ આ પ્રસંગે શિક્ષણ ક્ષેત્ર અને દેશના પહાડી વિસ્તારોમાં શ્રી બહુગુણાના યોગદાન વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી.

માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી મનોજ સિંહા આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આ પ્રસંગે શ્રી વિજય બહુગુણા અને ડૉ. રીટા બહુગુણા સહિત શ્રી હેમવતી નંદન બહુગુણાના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

RP


(Release ID: 1530321)