આદિવાસી બાબતોનું મંત્રાલય
ટ્રાઈફેડ દ્વારા અમદાવાદમાં તા. 1 થી 10 ઓગષ્ટ, 2018 દરમિયાન આદિ-મહોત્સવનું આયોજન
प्रविष्टि तिथि:
06 AUG 2018 2:57PM by PIB Ahmedabad
અમદાવાદ, 06 ઓગષ્ટ, 2018
ભારત સરકારના આદિજાતિ મંત્રાલય અંતર્ગત કાર્યરત રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા ટ્રાઈબલ કોઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા (ટ્રાઈફેડ - TRIFED) આદિવાસી લોકો દ્વારા બનાવાયેલી વસ્તુઓ હસ્તકલા કારીગરી દ્વારા તૈયાર થયેલી વસ્તુઓનું માર્કેટીંગનું કાર્ય કરે છે. ટ્રાઈફેડનો મુખ્ય ઉદ્દેશ આદિજાતિના લોકોની ક્ષમતામાં વૃદ્ધિ કરવાનો, આદિજાતિ દ્વારા તૈયાર કરાયેલા ઉત્પાદનો માટે બજાર શોધી આપવાનો તથા તેમના ઉત્પાદનોની લાભદાયી કિંમત તેમજ ટકાઉ ધોરણે તેમની આવક વધારવા માટે વેપારના અવસરોમાં વધારો કરવાનો છે. આદિજાતિ લોકો દ્વારા તૈયાર કરાયેલી વસ્તુઓના વેચાણને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે ટ્રાઈફેડ દ્વારા સમગ્ર દેશમાં ટ્રાઈબ્સ ઇન્ડિયા તરીકે ઓળખાતા 40 ખાસ શો-રૂમની એક શ્રૃંખલા સ્થાપિત કરવામાં આવી છે. અમદાવાદમાં ‘ટ્રાઈબ્સ ઇન્ડિયા’નો એક શો-રૂમ દુકાન નં. 19 અને 20, અમદાવાદ હાટ, અરબિંદો સોસાયટી, વસ્ત્રાપુર તળાવ પાસે આવેલો છે તથા વધુ એક શો-રૂમ સી.જી. રોડ પર બીએસએનએલ ભવન ખાતે ટૂંક સમયમાં શરૂ થશે.
આદિજાતિના લોકો દ્વારા તૈયાર કરાયેલી વસ્તુઓ અને ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનાં ઉદ્દેશથી ટ્રાઈફેડ દ્વારા સમગ્ર ભારતમાં આદિ-મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, અમદાવાદ ટ્રાઈફેડ દ્વારા 01-08-2018 થી 10-08-2018 સુધી જુના એસબીઆઇ ભવન, ગીરીશ કોલ્ડ્રીંગ્સની સામે, સી.જી રોડ અમદાવાદ ખાતે આદિ-મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
03-08-2018ના રોજ અમદાવાદ બીએસએનએલના અપર મહાનિદેશક શ્રી એન. કે. લિંબાચિયા દ્વારા આ મહોત્સવના પ્રદર્શનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ માહિતી અમદાવાદ ટ્રાઈફેડ દ્વારા પ્રસિદ્ધ કરાયેલી એક અખબારી યાદીમાં આપવામાં આવી છે.
NP/J.Khunt/GP
(रिलीज़ आईडी: 1541708)
आगंतुक पटल : 249