PIB Headquarters
“મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીના સ્મરણોત્સવ” પર તસ્વીરી પ્રદર્શન
Posted On:
01 OCT 2018 5:41PM by PIB Ahmedabad
અમદાવાદ, 01-10-2018
દેશભરમાં મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી વર્ષની ઉજવણી આવતી કાલથી શરૂ થઈ રહી છે. જેના ભાગરૂપે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના લોક સંપર્ક અને સંચાર બ્યૂરોની ક્ષેત્રીય પ્રદર્શન કચેરી દ્વારા આવતી કાલથી “મહાત્મા ગાંધીની” 150મી જન્મ જયંતીના સ્મરણોત્સવ”ના ભાગરૂપે તસવીરી પ્રદર્શનનું આયોજન કોચરબ આશ્રમ સ્મારક ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનનું ઉદઘાટન નગરી આઈ રીસર્ચ ફાઉન્ડેશન ટ્રસ્ટના એક્ઝીક્યૂટીવ ડાયરેક્ટર ડૉ. ઉષાબેન વ્યાસ કરશે અને અતિથિ વિશેષ તરીકે કોચરબ આશ્રમના સંયોજક શ્રી રમેશભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહેશે.

આવતીકાલથી શરૂ થનાર આ તસવીરી પ્રદર્શન તારીખ 02-10-2018 થી 06-10-2018 સુધી જાહેર જનતા માટે સવારે 10.00 થી સાંજેના 7.00 કલાક સુધી ખુલ્લુ રહેશે. લોક સંપર્ક અને સંચાર બ્યૂરોના અપર મહાનિદેશક શ્રી આર.પી. સરોજે જાહેર જનતાને આ પ્રદર્શનનો લાભ લેવા આમંત્રણ પાઠવ્યું છે.
NP/J.Khunt/GP ક્રમાંક : 261
(Release ID: 1548111)