PIB Headquarters

નિયંત્રક દૂરસંચાર લેખા દ્વારા ડિજિટલ ચુકવણી મેળાનું આયોજન કરાયું

Posted On: 17 OCT 2018 5:49PM by PIB Ahmedabad

નિયંત્રક દૂરસંચાર લેખા, અમદાવાદ દ્વારા ડિજિટલ ચુકવણી મેળાનું આયોજન 15-10-2018ના રોજ અમદાવાદમાં કરવામાં આવ્યું હતું. આ મેળાનો ઉદ્દેશ્ય ભારત સરકારના ડિજિટલ ચૂકવણી કાર્યક્રમનો પ્રચાર અને પ્રસાર કરવાનો હતો.

ડૉ. કમલ કપૂર, નિયંત્રક દૂરસંચાર લેખા, ગુજરાત સર્કલ, અમદાવાદ દ્વારા આ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ મેળામાં ગુજરાત ક્ષેત્રના વિભિન્ન દૂરસંચાર તથા ઇન્ટરનેટ સેવા પ્રદાતાઓ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને દેના બેંકના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંક તથા NPCI ના પ્રતિનિધિઓએ પણ મેળામાં જોડાયા હતા.

નિયંત્રક દૂરસંચાર લેખા, ડૉ. કમલ કપૂરે કહ્યું કે ભવિષ્યમાં આ પ્રકારના મેળાનું આયોજન ગુજરાતના અન્ય પાંચ સ્માર્ટ સિટીમાં પણ કરવામાં આવશે. જેનાથી વધુમાં વધુ ડિજિટલ ચૂકવણી વિશે જનતાને જાગૃત કરી શકાય.

 

NP/J.Khunt/DK/RP


(Release ID: 1549968)