મંત્રીમંડળ

મંત્રીમંડળે સમગ્ર દેશનાં વિવિધ સ્થળોએ જાહેર-ખાનગી ભાગીદારીના ધોરણે ભારતીય કૌશલ્ય સંસ્થાનની સ્થાપના માટે મંજૂરી આપી

प्रविष्टि तिथि: 24 OCT 2018 1:23PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે સમગ્ર દેશનાં વિવિધ સ્થળોએ જાહેર-ખાનગી ભાગીદારી (PPP) ધોરણે ભારતીય કૌશલ્ય સંસ્થાન (IISs)ની સ્થાપના માટે મંજૂરી આપી છે. પસંદગીના સ્થળોઆ સંસ્થાઓના નિર્માણને માંગ તથા ઉપલબ્ધ માળખાગત સુવિધાઓને આધારે પ્રોત્સાહિત કરવામાં આવશે.

લાભ:

ભારતીય કૌશલ્ય સંસ્થાનની સ્થાપના થતાં ભારતના અર્થતંત્રનાં મહત્વનાં ક્ષેત્રો ઉચ્ચ ગુણવત્તા ધરાવતી કૌશલ્યની તાલીમ દ્વારા વૈશ્વિક સ્પર્ધાત્મકતા, સંશોધન ક્ષેત્રે શિક્ષણ તથા ઉદ્યોગ સાથે સીધુ અને અર્થપૂર્ણ જોડાણ પ્રાપ્ત થશે. તેનાથી સમગ્ર દેશના મહત્વાકાંક્ષી યુવાનોને  ઉચ્ચ કૌશલ્ય ધરાવતી તાલીમ પ્રાપ્ત કરવાનો અવસર મળશે અને ઉદ્યોગ સાથે જોડાણને કારણે તેના ઉત્તરદાયિત્વનો વ્યાપ વધશે તેમજ વિવિધ ક્ષેત્રોમાં વૈશ્વિક સ્પર્ધાત્મકતા હાંસલ થશે.

સરકારી જમીન,  ખાનગી ક્ષેત્રનાં એકમોના સહયોગ તથા જાહેર મૂડીનો લાભ લઈને નિપૂણતા, જ્ઞાન અને સ્પર્ધાત્મકતાનાં નવાં કેન્દ્રો સ્થાપવામાં આવશે.

 

GP/RP


(रिलीज़ आईडी: 1550560) आगंतुक पटल : 166
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Marathi , Bengali , Assamese , Tamil , Telugu , Kannada , Malayalam