PIB Headquarters
મહાત્મા ગાંધીના જીવન અને કાર્યોનું મલ્ટી મીડિયા અને ડિજીટલ પ્રદર્શન ‘દાંડી કુટીર’ ગાંધીનગર ખાતે તા. 27 નવેમ્બર થી 2 ડિસેમ્બર સુધી યોજાશે
પાંચ દિવસીય પ્રદર્શનને માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ખુલ્લુ મુકાશે
મહાત્મા ગાંધીના 150મી જન્મ જયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે રંગીન અને શ્વેત શ્યામ પ્રદર્શન સવારે 10 થી સાંજે 5.00 કલાક સુધી જાહેર જનતા માટે ખુલ્લુ રહેશે
Posted On:
26 NOV 2018 3:59PM by PIB Ahmedabad
ગાંધીનગર, 26-11-2018
માહિતી અને પ્રસારણ મંત્રાલય ભારત સરકારના લોક સંપર્ક બ્યૂરો, અમદાવાદની ક્ષેત્રિય પ્રદર્શન કચેરી દ્વારા મહાત્મા ગાંધીના 150માં જન્મ જયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે “મહાત્મા ગાંધીના જીવન અને કાર્યો”ના વિષય વસ્તુ પર આયોજિત મલ્ટિ મીડિયા અને ડિજીટલ પ્રદર્શન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના હસ્તે આવતીકાલે ખુલ્લુ મુકવામાં આવશે. આ રંગીન તથા શ્વેત શ્યામ તસવીરી પ્રદર્શન દાંડી કુટિર, મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે 27 નવેમ્બર થી 2 ડિસેમ્બર, 2018 સુધી પાંચ દિવસ દરમિયાન જાહેર જનતા માટે ખુલ્લુ રહેશે.
આ મલ્ટી મીડિયા પ્રદર્શનમાં મહાત્માં ગાંધી સાથે સંકળાયેલી ઐતિહાસિક ઘટનાઓ તથા સ્વચ્છ ભારત મિશન, ભારત સરકારની છેલ્લા 4 વર્ષમાં પ્રજા કલ્યાણ માટે અમલમાં મૂકેલી નીતિઓ અને યોજનાઓની સિદ્ધિઓ, દેશનો વધતો વિશ્વાસ, સાફ નિયત સહી વિકાસ જેવા મુદ્દાઓને આવરી લેતું માહિતી સભર પ્રદર્શનનું આયોજન કરાયું છે. સાથો સાથ ગુજરાતના વિકાસની ઝાંખી પણ રજૂ કરાઈ છે. આ પ્રદર્શન સવારે 10.30 થી સાંજના 6.30 કલાક સુધી જાહેર જનતા માટે વિના મૂલ્યે ખુલ્લુ રહેશે. જેને નિહાળવા જાહેર જનતાને નિમંત્રણ છે. તેમ લોક સંપર્ક બ્યૂરોની કચેરી, અમદાવાદની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
J.Khunt/GP
(Release ID: 1553873)