પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી આંદામાન અને નિકોબાર દ્વિપસમૂહોની મુલાકાત લેશે

Posted On: 28 DEC 2018 3:54PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 અને 30મી ડિસેમ્બર, 2018ના રોજ આંદામાન નિકોબાર દ્વિપસમૂહોની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી 29મી ડિસેમ્બરની સંધ્યાએ પોર્ટ બ્લેર પહોંચશે.

30મી ડિસેમ્બરના રોજ પ્રધાનમંત્રી કાર નિકોબાર ખાતે સુનામી સ્મારકની મુલાકાતે જશે. તેઓ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરશે અને વોલ ઑફ લોસ્ટ સોલ્સ પાસે મીણબત્તી પ્રગટાવશે. તેઓ એરોંગ ખાતે આઈટીઆઈનું ઉદઘાટન કરશે અને કેટલાક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. અહિં તેઓ એક જાહેર સભાને સંબોધન પણ કરશે.

ત્યાર બાદ તે દિવસે પ્રધાનમંત્રી પોર્ટ બ્લેર ખાતે શહિદ કોલમ પર પુષ્પાંજલિ અર્પણ કરશે. તેઓ શહેરની સેલ્યુલર જેલની પણ મુલાકાત લેશે.

પ્રધાનમંત્રી સાઉથ પોઈન્ટ પોર્ટ બ્લેર ખાતે હાઈમાસ્ટ ધ્વજ ફરકાવશે. તેઓ પોર્ટ બ્લેરનાં મરીના પાર્ક ખાતે નેતાજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે.

નેતાજી સ્ટેડિયમ ખાતે પ્રધાનમંત્રી સ્મૃતિ ટપાલ ટીકીટ, સિક્કો અને નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા ભારતની ભૂમિ પર સૌપ્રથમ વાર તિરંગો લહેરાવવાની 75મી જયંતિની ઉજવણીના ઉપલક્ષ્યમાં ફર્સ્ટ ડે કવર પણ પ્રસિદ્ધ કરશે. તેઓ આંદામાન અને નિકોબાર દ્વિપસમૂહો માટે ઇનોવેશન અને સ્ટાર્ટ અપ નીતિઓની જાહેરાત પણ કરશે. તેઓ આ પ્રસંગે એક 7 મેગા વૉટના સોલાર પાવર પ્લાન્ટ અને સોલાર વિલેજનું ઉદઘાટન કરશે. તેઓ અનેક વિકાસ કાર્યોનો શિલાન્યાસ પણ કરાવશે. પ્રધાનમંત્રી જાહેરસભાને સંબોધન કરશે.

 

NP/J.Khunt/RP

 

 


(Release ID: 1557689)