માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય
આઇબીએમએસ હેઠળ 1.7 લાખ પુલોનો સમાવેશ
શ્રી માંડવિયાએ જણાવ્યું કે, આ પુલોની સ્થિતિ દર વર્ષે ચોમાસા પૂર્વે અને ચોમાસા પછી ચકાસવામાં આવશે
Posted On:
01 JAN 2019 4:13PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 01-01-2019
રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ, જહાજ અને રસાયણ તેમજ ખાતર મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે, ઇન્ડિયન બ્રીજ મેનેજમેન્ટ સિસ્ટમ (આઇબીએમએસ) હેઠળ 1,72,517 પુલો/માળખાને સમાવવાનું કામ ચાલી રહ્યું છે. આ માળખા 1,34,229 કલ્વર્ટ, 32,806 નાનાં પુલો, 3,647 મોટા અને 1,835 વધારે લાંબા પુલો સામેલ છે. અગાઉ રાષ્ટ્રીય રાજમાર્ગનાં નેટવર્કમાં આ માળખાઓ પર ઉચિત ડેટા ઉપલબ્ધ નહોતો.
ડેટાને ડિજિટલ સ્વરૂપમાં વિકસાવવા, રાષ્ટ્રીય રાજમાર્ગો પર પુલો અને અન્ય માળખાઓની સંખ્યા ઓળખવા, પુલો/માળખાની સ્થિતિનો સર્વે હાથ ધરવા અને જરૂરીયાતોની સૂચિ માટે તેમજ તાત્કાલિક ધ્યાન આપવા જેવા પુલોને ઓળખવા અને રિપેર, પુનર્વસન પુનર્નિર્માણ/નવનિર્માણ વગેરે જેવા સુધારાલક્ષી પગલાં લેવા માટે સંબંધિત સંસ્થાને જાગૃત કરવા માટે આઇબીએમએસ સિસ્ટમનું નિર્માણ કરવામાં આવ્યું છે.
મંત્રીએ કહ્યું હતું કે, પુલો/માળખાની સ્થિતિનો ડેટા મોબાઇલ બ્રિજ ઇન્સ્પેક્શન યુનિટ (એમબીઆઇયુ)નો ઉપયોગ કરીને 3 વર્ષનાં ગાળા માટે ‘ચોમાસા-પૂર્વે’ અને ‘ચોમાસા-પછીનાં’ ગાળા દરમિયાન વર્ષમાં બે વાર મેળવવામાં આવશે. આ કામગીરી માટે 11 કન્સલ્ટન્સી કંપનીઓની નિમણૂક કરવામાં આવી છે. કન્સલ્ટન્ટ દ્વારા કન્ડિશન સર્વે રિપોર્ટ અને ભલામણો સુપરત કરવામાં આવે છે, જેનો ઉપયોગ રાષ્ટ્રીય રાજમાર્ગો પર ઓવર-ડાઇમેન્શન અને ઓવરવેઇટ વાહનો (ઓડીસી/ઓડબલ્યુસી) કન્સાઇન્મેન્ટની અવરજવર માટે મંજૂરી આપવા ઇનપુટ તરીકે થશે, જે મંત્રાલય દ્વારા ઓનલાઇન આપવામાં આવે છે તેમજ મિલકતોનાં ભવિષ્યનાં વ્યવસ્થાપન/રિપેર/પુનર્વસનમાં મદદરૂપ થાય છે.
મંત્રીની વીડિયો બાઇટ માટે અહીં ક્લીક કરો
https://youtu.be/z2w-qhis2NE
NP/J.Khunt/GP
(Release ID: 1558072)