મંત્રીમંડળ
મંત્રીમંડળે દીનદયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા અભિયાન (DAY-NRLM) અંતર્ગત ‘રાષ્ટ્રીય ગ્રામીણ આર્થિક પરિવર્તન પરિયોજના’ના અમલીકરણને મંજૂરી આપી
Posted On:
19 FEB 2019 9:00PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે વિશ્વ બેંક પાસેથી ધિરાણની સહાયતા (આઈબીઆરડી ક્રેડીટ)ના માધ્યમથી દીનદયાળ અંત્યોદય યોજના–રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી મિશન (DAY-NRLM) અંતર્ગત “રાષ્ટ્રીય ગ્રામીણ આર્થિક પરિવર્તન પરિયોજના (એનઆરઈટીપી) નામે બહારથી સહાયતા પ્રાપ્ત પરિયોજનાના અમલીકરણને મંજૂરી આપી દીધી છે.
લાભ:
એનઆરઈટીપી દ્વારા પૂરી પાડવામાં આવતી ટેકનિકલ સહાય અને પરિયોજના દ્વારા સુલભ કરાવનાર ઉચ્ચ સ્તરના ઉપાયો વડે રોજગારી પ્રોત્સાહન અને નાણાકીય પહોંચમાં વૃદ્ધિ થશે તેમજ ડિજિટલ ફાયનાન્સ અને રોજગારી દરમિયાનગીરીને સંલગ્ન પહેલોમાં વધારો થશે.
મુખ્ય લાક્ષણિકતાઓ:
DAY-NRLM એ ગરીબમાં સૌથી વધુ ગરીબ અને સૌથી વધુ પછાત સમુદાયોને લક્ષ્યમાં રાખવા અને તેમના નાણાકીય સમાવેશન પર વિશેષ ભાર મૂકે છે. એનઆરઈટીપી અંતર્ગત નાણાકીય સમાવેશનના વૈકલ્પિક માધ્યમોનું માર્ગદર્શન કરવા, ગ્રામીણ ઉત્પાદનોની આસપાસ મૂલ્ય શ્રુંખલાનું સર્જન કરવા, રોજગારી વૃદ્ધિમાં નવા મોડલોને રજૂ કરવા અને ડિજિટલ નાણાની સુવિધા તેમજ રોજગાર દખલગીરી સાથે સંબંધિત પહેલોને પ્રોત્સાહન આપવા માટે નવીન પરિયોજનાઓ શરુ કરવામાં આવશે. DAY-NRLM પંચાયતી રાજ સંસ્થાઓ (પીઆરઆઈ) અને સમુદાય આધારિત સંગઠનો (સીબીઓ)ની વચ્ચે ચર્ચા-વિચારણા માટે પારસ્પરિક રૂપે લાભદાયી કાર્યને લગતા સંબંધો અને ઔપચારિક મંચ પૂરું પાડે છે. એનઆરએલએમ દરમિયાનગીરીના જુદા-જુદા ક્ષેત્રોમાં કે જ્યાં એનઆરએલએમ સંસ્થાન અને પીઆરઆઈ એક સાથે મળીને કામ કરશે, પરસ્પર સમન્વયને સુગમ બનાવવા માટે પ્રવૃત્તિ નકશો પણ તૈયાર કર્યો છે કે જેને તમામ રાજ્ય ગ્રામીણ રોજગારી મિશનોને પ્રસારિત કરી દેવામાં આવ્યો છે.
RP
(Release ID: 1565475)
Visitor Counter : 238