ચૂંટણી આયોગ
ભારતીય ચૂંટણી પંચે આગામી ચૂંટણીઓ માટે જનરલ, પોલીસ અને ખર્ચ નિરીક્ષકોને જાણકારી આપવા એક દિવસીય વિવિધ સત્રોનું આયોજન કર્યું
પોસ્ટેડ ઓન:
14 MAR 2019 7:09PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 14-03-2019
આગામી સમયમાં લોકસભાની ચૂંટણી અને ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. એને ધ્યાનમાં રાખીને ભારતીય ચૂંટણી પંચે આજે જે રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે એમાં મોકલવામાં આવનાર નિરીક્ષકો માટે પ્રથમ બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં આઇએએસ, આઇપીએસ અધિકારોઓ તેમજ ઇન્ડિયન રેવન્યૂ સર્વિસ અને અન્ય કેન્દ્રીય સેવાઓનાં 1800થી વધારે અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ અધિકારીઓને જનરલ, પોલીસ અને ખર્ચ નિરીક્ષકો તરીકે ઉતારવામાં આવ્યાં છે.
નિરીક્ષકોને તેમની મહત્ત્વપૂર્ણ ભૂમિકાની યાદ અપાવી મુખ્ય ચૂંટણી કમિશનર (સીઇસી) શ્રી સુનિલ અરોરાએ જણાવ્યું હતું કે, આ અધિકારીઓએ ગંભીર રહેવાની જરૂર છે અને તેમની પાસે કોઈ પણ ભૂલો ન થાય એવી પ્રતિબદ્ધતા સુનિશ્ચિત કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. શ્રી અરોરાએ યાદ કરાવ્યું હતું કે, તાજેતરમાં રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં ઇવીએમ-વીવીપેટ પ્રક્રિયાઓ શિષ્ટાચાર સ્થાપિત કર્યા પછી ખામીઓ કે મતદાર યાદીમાંથી થોડાં નામો ગાયબ થઈ જવા કે મતગણતરીમાં વિલંબ થવો જેવી નાની નાની ભૂલો થઈ હતી, જેનાં પરિણામે અન્ય તમામ સારાં કાર્યો પર પાણી ફરી વળ્યું હતું. તેમણે અધિકારીઓને યાદ કરાવ્યું હતું કે, વર્ષ 1950માં ભારતીય ચૂંટણી પંચની સ્થાપના વિશિષ્ટ સંસ્થા તરીકે થઈ હતી. પછી અત્યાર સુધી આ સંસ્થા લોકશાહી પ્રક્રિયાનાં આધાર તરીકે કામ કરે છે. આ સંસ્થાની સારી રીતે પરિભાષિત ફરજો મુજબ ચૂંટણીઓ હાથ ધરવામાં મદદરૂપ થવા વિવિધ ક્ષેત્રોમાંથી અધિકારીઓ સામેલ થાય છે. સીઇસીએ ભાર મૂક્યો હતો કે, જ્યારે અધિકારી ચૂંટણી પ્રક્રિયાનું નિરીક્ષક તરીકે નિરીક્ષણ કરવા માટેની પવિત્ર ફરજ બજાવે છે, ત્યારે ભારતીય ચૂંટણી પંચ આ અધિકારીઓ પર નજર રાખે છે, જેથી તેઓ તેમને ફાળવવામાં આવેલી ફરજો ગંભીરતાપૂર્વક અદા કરે એવું સુનિશ્ચિત થાય. શ્રી અરોરાએ નોંધ્યું હતું કે, બદલાતાં સમયની સાથે નાણાકીય ક્ષમતાનો દુરુપયોગ ચિંતાજનક બાબત છે અને સોશિયલ મીડિયાએ નવા પડકારો ઊભા કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતીય ચૂંટણી પંચનો પ્રયાસ સ્વતંત્ર અને નિષ્પક્ષપણે ચંટણી હાથ ધરવાની સાથે પારદર્શક, સ્વચ્છ અને નૈતિક ચૂંટણીઓ યોજવાનો પણ છે.
ચૂંટણી કમિશનર શ્રી અશોક લવાસાએ અધિકારીઓનાં જૂથને યાદ કરાવ્યું હતું કે, નિરીક્ષકો તરીકે તેમને ભારતીય ચૂંટણી પંચની તમામ સૂચનાઓનો અમલ ખરાં અર્થમાં ઉત્સાહભેર કરવાની જરૂર પડશે. શ્રી લવાસાએ ઉલ્લેખ કર્યો હતો કે, તાજેતરમાં લોંચ થયેલ સીવિજિલ એપ દરેક નાગરિકને આદર્શ આચારસંહિતાનાં પાલન માટે સતત નજર રાખવા પંચને મદદ કરવા પણ સક્ષમ બનાવે છે. પણ આ એપની ઉપલબ્ધતાથી અધિકારીઓ પર ચૂંટણીનું વ્યવસ્થાપન કરવા અને એનાં પર સતર્ક નજર રાખવા વધારે જવાબદારી આવી જાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, નિરીક્ષકોએ ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ પક્ષો માટે કામગીરીની જગ્યાએ હંમેશા હાજર રહેવું જોઈએ, કારણ કે અધિકારીઓ ફિલ્ડમાં ભારતીય ચૂંટણી પંચનાં હાથ સમાન છે.
ચૂંટણી કમિશનર શ્રી સુશિલ ચંદ્રાએ અધિકારીઓને સંબોધતા અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું કે, નિરીક્ષકો તરીકે તેમની ભૂમિકા બાજનજર રાખવાની તથા સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીઓ સુનિશ્ચિત કરવા તમામ નિવારણાત્મક પગલાં લેવા પંચની આંખ અને કાન જેવી છે. તેમણે ધ્યાન દોર્યું હતું કે, મતદારોને સમાવવાની પદ્ધતિઓ ઘણી નવીન બની છે, ત્યારે ખર્ચ નિરીક્ષકોની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ બની ગઈ છે.
આખા દિવસનાં સત્રો દરમિયાન અધિકારીઓને ભારતીય ચૂંટણી પંચનાં સીનિયર ડેપ્યુટી ઇલેક્શન કમિશનર, ડીઇસી અને ડીજી દ્વારા ચૂંટણીનાં વ્યવસ્થાપન સાથે સંબંધિત વિવિધ પાસાંઓ વિશે માહિતી અને વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. ચૂંટણીનાં આયોજન, નિરીક્ષકોની ભૂમિકા અને જવાબદારીઓ, મતદારયાદીની સમસ્યાઓ, આદર્શ આચારસંહિતા લાગુ કરવી, કાયદેસર જોગવાઈઓ, ઇવીએમ/વીવીપીએટી મેનેજમેન્ટ, મીડિયા સાથે જોડાણ તથા પંચની ફ્લેગશિપ એસવીઇઇપી (સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન) પ્રોગ્રામ હેઠળ મતદાતાની સુવિધા માટે હાથ ધરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ પર વિગતવાર થીમેટિક પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. નિરીક્ષકો વિવિધ આઇટી પહેલો અને પંચે મતદારોની સુવિધા માટે તથા ફિલ્ડમાં ચૂંટણીની પ્રક્રિયાનાં અસરકારક અને કાર્યદક્ષ વ્યવસ્થાપન માટે લોંચ કરેલી મોબાઇલ એપ્લિકેશનથી પણ પરિચિત થયા હતાં. નિરીક્ષકોને ઇવીએમ અને વીવીપીએટી કેવી રીતે કામગીરી કરે છે એનું પ્રાયોગિક પ્રદર્શન પણ કરીને દર્શાવવામાં આવ્યું હતું તેમજ વિવિધ ટેકનિકલ સુરક્ષાલક્ષી ખાસિયતો, વહીવટી શિષ્ટાચાર અને પ્રક્રિયાગત સુરક્ષાઓ વિશે સંક્ષિપ્તમાં જાણકારી આપવામાં આવી હતી, જે ઇવીએમ આસપાસની ઇકોસિસ્ટમને સંપૂર્ણપણે સુરક્ષિત, મજબૂત, વિશ્વસનીય, ચેડા ન કરી શકાય એવી અને ભરોસાપાત્ર બનાવે છે.
પંચ દ્વારા વિસ્તૃત પ્રકાશનોનું અનાવરણ થયું હતું, જેમાં ચૂંટણીનાં વ્યવસ્થાપનનાં વિવિધ વિષયો પર તમામ થીમેટિક પ્રેઝન્ટેશનનું સંકલન, રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની પ્રોફાઇલ અને ચૂંટણીનાં ખર્ચ પર નજર રાખવા રાષ્ટ્રીય ચૂંટણી આયોજનક અને સૂચનાઓનું સંકલન નિરીક્ષકોને પ્રદાન કરવામાં આવ્યું હતું, જેથી તેમને કામ કરવામાં સરળતા રહે.
ભારતીય ચૂંટણી પંચે પહેલી વાર નવી મોબાઇલ એપ ‘ઓબ્ઝર્વર એપ’ પણ શરૂ કરી છે. આ એપનો ઉપયોગ કરીને જનરલ, પોલીસ અને ખર્ચ નિરીક્ષકો તેમનાં નિરીક્ષણનો રિપોર્ટ ભારતીય ચૂંટણી પંચને મોબાઇલ એપ પરથી પ્રસ્તુત ડોક્યુમેન્ટ અપલોડ કરીને સબમિટ કરી શકે છે. જ્યારે નિરીક્ષકો ફરજ પર હશે, ત્યારે તેમને આ એપ પર તમામ મહત્ત્વપૂર્ણ નોટિફિકેશન, એલર્ટ અને તાત્કાલિક મેસેજ મળશે. આ નિરીક્ષકોને તેમનું સ્ટેટ્સ, આઇડી કાર્ડનું ડાઉનલોડિંગ અને તેમની પ્રોફાઇલ અપડેટ કરવા જેવી સુવિધાઓ પણ આપશે. નિરીક્ષકો સીવિજિલ આદર્શ આચારસંહિતાનાં રિયલ-ટાઇમ નિકાલમાં અને ખર્ચનાં ઉલ્લંઘનનાં કેસોમાં ગાઢ રીતે સંકળાયેલા હોવાથી આ એપ તેમનાં કાર્યક્ષેત્ર હેઠળ તમામ સીવિજિલ કેસો પર નજર રાખવામાં મદદ મળશે. ફ્લાઇંગ સ્કવોડ કોઈ બાબતની તપાસ કરે પછી નિરીક્ષકો લેખિત નિરીક્ષણ રજૂ કરી શકે છે. નિરીક્ષકોને ચૂંટણી પ્રક્રિયાનાં સંપૂર્ણ સમયગાળા દરમિયાન ભારતીય ચૂંટણી પંચ સાથે કામ કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે.
NP/GP/RP
(રીલીઝ આઈડી: 1568882)
મુલાકાતી સંખ્યા : 1376