પ્રધાનમંત્રીનું કાર્યાલય
ઓસ્ટ્રેલિયાનાં પ્રધાનમંત્રીએ ભારતનાં પ્રધાનમંત્રીને ફોન કર્યો
Posted On:
24 MAY 2019 12:10PM by PIB Ahmedabad
ઓસ્ટ્રેલિયાનાં પ્રધાનમંત્રી આદરણીય સ્કૉટ્ટ મોરિસને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 23 મે, 2019નાં રોજ ટેલિફોન કરી 17મી લોકસભાની ચૂંટણીમાં તેમના વિજય બદલ અભિનંદન પાઠવ્યાં હતા.
પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, ભારત ઓસ્ટ્રેલિયા સાથેના પોતાના સંબંધોને વધારે મબજૂત બનાવવાની બાબતને વિશેષ મહત્ત્વ આપે છે. તેમણે ધ્યાન દોર્યું હતું કે, ભારત અને ઓસ્ટ્રેલિયા સશક્ત અને જીવંત લોકશાહી છે તેમજ બંને દેશો વચ્ચે વધી રહેલા આર્થિક સંબંધો, ઉચ્ચ સ્તરીય સંપર્કો તથા લોકો વચ્ચેના ગાઢ સંબંધોને કારણે આપણા સંબંધોને જે વેગ મળ્યો છે એ આગળ જતા જળવાઈ રહેશે.
પ્રધાનમંત્રીએ ઓસ્ટ્રેલિયામાં તાજેતરમાં સંપન્ન થયેલી ચૂંટણીમાં લિબરલ-નેશનલ કોલિશન પાર્ટીને વિજેતા બનાવવા બદલ પ્રધાનમંત્રી મોરિસનને પણ શુભેચ્છા આપી હતી. તેમણે પ્રધાનમંત્રી મોરિસનને ભારતની મુલાકાત લેવાનાં આમંત્રણનો પુનરોચ્ચાર કર્યો હતો.
DK/NP/J.Khunt/GP/RP
(Release ID: 1572490)
Visitor Counter : 188