વહાણવટા મંત્રાલય

શ્રી મનસુખ માંડવિયાએ કેન્દ્રિય મંત્રી તરીકેનો હોદ્દો સંભાળ્યો

प्रविष्टि तिथि: 31 MAY 2019 4:52PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 31-05-2019

શ્રી મનસુખ માંડવિયાએ કેન્દ્રિય શિપિંગ રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને કેન્દ્રિય રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી તરીકેનો હોદ્દો સંભાળી લીધો છે.

આ જવાબદારી સોંપવા બદલ તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે તેઓ પૂરી ક્ષમતા સાથે દેશની સેવા કરવા માટે સખત મહેનત કરશે.

શ્રી મનસુખ માંડવિયા પાછલી સરકારમાં કેન્દ્રીય માર્ગ, પરિવહન અને રાજ માર્ગ, શિપિંગ તથા રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી તરીકેનો હવાલો સંભાળી ચૂક્યા છે.

 શ્રી માંડવિયા 2012 થી રાજ્ય સભાના સાંસદ છે તેઓ 2002 થી 2007 દરમિયાન પાલીતાણા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે.

 

DK/J.Khunt/GP                                                 ક્રમાંક : 167


(रिलीज़ आईडी: 1572936) आगंतुक पटल : 359
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali