નાણા મંત્રાલય
સરકારની પ્રાથમિકતા નિરંતર સ્વચ્છ ઉર્જા સ્રોતોનો ઉપયોગ સુનિશ્ચિત કરવાની છે
આર્થિક સમીક્ષામાં કહેવામાં આવ્યું છે કે હવે ઘરોમાં ભોજન રાંધવા માટે એલપીજીનો નિરંતર ઉપયોગથી સ્વચ્છ ઉર્જા સુનિશ્ચિત કરવાની છે. તેના માટે એલપીજીનું નિરંતર રિફિંલિંગ ચાલુ રાખવું પડશે.
Posted On:
04 JUL 2019 12:09PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 04-07-2019
સરકારની પ્રાથમિકતા નિરંતર સ્વચ્છ ઉર્જા સ્રોતોનો ઉપયોગ કરવાનું સુનિશ્ચિત કરવાની છે. કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે આર્થિક સમીક્ષા અહેવાલ 2018-19 સંસદમાં રજૂ કર્યો હતો. આર્થિક સમીક્ષામાં કહેવામાં આવ્યું છે કે, ભારત સરકારે પ્રધાનમંત્રીની ઉજ્જવલા યોજના દ્વારા મોટું પગલું ભર્યું છે. આ યોજના અંતર્ગત 7 કરોડ ઘર એલપીજીનો ઉપયોગ કરી રહ્યા છે. હવે મુખ્ય કામ ઘરોમાં ભોજન રાંધવા માટે એલપીજીના નિરંતર ઉપયોગથી સ્વચ્છ ઉર્જા સુનિશ્ચિત કરવાનું છે. તેના માટે એલપીજીના રિફિલિંગને નિરંતર ચાલુ રાખવાની વાત કહેવામાં આવી છે. આર્થિક સમીક્ષામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે 21.44 કરોડ ઘરો સુધી વીજળી પહોંચવાની સાથે જ ભારતે અંદાજે 100 ટકા વિદ્યુતીકરણનું લક્ષ્ય હાંસલ કરી લીધું છે.
આર્થિક સમીક્ષા અનુસાર શહેરી વિસ્તારોમાં મોટા પાયે ભોજન રાંધવા માટે એલપીજીની સ્વીકાર્યતા છે. ભોજન રાંધવા માટે ઇંધણ તરીકે એલપીજીનો ઉપયોગ વધ્યો છે. અહેવાલોમાં એવું પણ ટાંકવામાં આવ્યું છે કે શહેરોમાં ભોજન રાંધવા માટે એલપીજી ઇંધણનો પ્રાથમિક સ્રોત છે.
આર્થિક સમીક્ષામાં કહેવામાં આવ્યું છે કે સબસિડી લીકેજ રોકવા માટે એલપીજી ગ્રાહકો માટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજના (ડીબીટીએલ) કે જેને 'પહલ' નામથી પણ ઓળખવામાં આવે છે તે, 15 નવેમ્બર 2014ના રોજ દેશના 54 જિલ્લામાં લોન્ચ કરવામાં આવી હતી. 5 માર્ચ 2019ના રોજના આંકડાઓ અનુસાર 24.39 કરોડ એલપીજી ગ્રાહકો હવે આ યોજના સાથે જોડાઇ ચુક્યા છે. સમીક્ષામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, 'પહલ'ને ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી મોટી પ્રત્યક્ષ લાભ યોજના તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.
DK/NP/J.Khunt/GP
(Release ID: 1577120)