નાણા મંત્રાલય
જમીનની ઉત્પાદકતાથી સિંચાઇ જળ ઉત્પાદકતા તરફ જવાની રાષ્ટ્રીય પ્રાથમિકતા હોવી જોઇએ
Posted On:
04 JUL 2019 12:11PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 04-07-2019
આર્થિક સમીક્ષા 2018-19માં કહેવામાં આવ્યું છે કે જમીનની ઉત્પાદકતાથી સિંચાઇ જળ ઉત્પાદકતા તરફ જવાની રાષ્ટ્રીય પ્રાથમિકતા હોવી જોઇએ. નીતિઓમાં સુધારો લાવીને ખેડૂતો માટે સંવેદનશીલ બનવું પડશે અને પાણીના ઉપયોગમાં સુધારો રાષ્ટ્રીય પ્રાથમિકતા હોવી જોઇએ. એશિયન વોટર ડેવલપમેન્ટ આઉટલુક 2016 અનુસાર અંદાજે 89 ટકા ભૂગર્ભ જળનો ઉપયોગ સિંચાઇ માટે કરવામાં આવે છે. સિંચાઇના વર્તમાન ચલણના કારણે ભૂર્ગભ જળનું સ્તર નિરંતર નીચેની તરફ ખસી રહ્યું છે જે ચિંતાનો વિષય છે. કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે આર્થિક સમીક્ષા અહેવાલ 2018-19 સંસદમાં રજૂ કર્યો હતો.
આર્થિક સમીક્ષામાં કહેવામાં આવ્યું છેકે સિંચાઇ માટે 89 ટકા ભૂગર્ભ જળનો ઉપયોગ કરવામાં આવે છે. દેશમાં ધાન્ય અને શેરડીના પાકમાં ઉપલબ્ધ પાણીના 60 ટકાથી વધારે હિસ્સાનું પાણી જતું રહે છે જેનાથી અન્ય પાકો માટે પાણીની ઉપલબ્ધતા ઓછી રહે છે.
છેલ્લા કેટલાક વર્ષમાં કૃષિ ક્ષેત્રે સંખ્યાબંધ પ્રકારની સમસ્યાઓ સામે આવી રહી છે. કૃષિની જમીનની વહેંચણી અને જળ સ્રોતો ઘટવાનું સંકટ વધી રહ્યું છે. તેની સામે, અપનાવામાં આવેલા નવા અસરકારક સ્રોતો અને જળવાયુને અનુકૂળ માહિતી તેમજ ટૅકનોલોજીના ઉપયોગથી કૃષિ ક્ષેત્ર સ્માર્ટ બન્યું છે. કૃષિ લાયક જમીનની અછતના કારણે ભારતે સીમાંત ખેડૂતો માટે યોગ્ય સ્રોતો અપનાવવા પર ભાર મૂક્યો છે.
આર્થિક સમીક્ષા અનુસાર કૃષિ અને સંબંધિત ક્ષેત્રમાં ગ્રોસ કેપિટલ ફોર્મેશનના ટકાના રૂપમાં ગ્રોસ કેપિટલ ફોર્મેશન (જીસીએફ)માં વર્ષ 2013-14માં 17.7 ટકાનો વધારો નોંધાયો છે, પરંતુ તે પછીના વર્ષ 2017-18માં તે ઘટીને 15.5 ટકા થઇ ગયો છે. 2012-13નું ગ્રોસ કેપિટલ ફોર્મેશન 2,51,904 કરોડથી વધીને 2017-18માં તે 2,73,555 કરોડ થઇ ગયું છે.
આર્થિક સમીક્ષા અનુસાર મહિલાઓ પાક ઉત્પાદન, પશુપાલન, બાગકામ, કાપણી પછીની કામગીરીઓ કૃષિ/સામાજિક, વનસંવર્ધન, મત્સ્ય પાલન વગેરે ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. મહિલાઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવી રહેલી ક્રિયાશીલ કૃષિ લાયક જમીનોનો હિસ્સો 2005-06માં 11.7 ટકા હતો તે 2015-16માં વધીને 13.9 ટકા થઇ ગયો છે. મહિલા ખેડૂતો દ્વારા સંચાલિત સીમાંત અને નાની કૃષિ લાયક જમીનોનો હિસ્સો વધીને 27.9 ટકા થઇ ગયો છે.
DK/NP/J.Khunt/GP
(Release ID: 1577181)