સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય

કેવીઆઈસીએ દિલ્હીના દ્વારકામાં એસપીજી પરિસરમાં મધુમાખી પાળનારા બોક્સ લગાવ્યા

કેવીઆઈસીના આ બોક્સોથી ગત દોઢ વર્ષ દરમિયાન 11,000 નવી રોજગારીનું સર્જન થયું અને 4 કરોડ રૂપિયાના મધનું ઉત્પાદન થયું

Posted On: 15 JUL 2019 3:58PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 15-07-2019

સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ (એસીપીજી)એ પોતાના પરિસરમાં બી-બોક્સ (મધુમાખી પાળનારા બોક્સ) લગાવ્યા છે. આ બોક્સ ને ખાદી તેમજ ગ્રામોદ્યોગ આયોગ (કેવીઆઈસી)એ ઉપલબ્ધ કરાવ્યા છે. આ બોક્સોને એસપીજીના દ્વારકા સ્થિત મુખ્યાલયમાં લગાવવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તાજેતરમાં જ્યારે એસપીજી મુખ્યાલયની મુલાકાતે ગયા હતા, ત્યારે તેમણે આની સલાહ આપી હતી. મધ ઉત્પાદન ઉપરાંત પરિસરમાં ફૂલ – છોડને પ્રોત્સાહન મળશે. કેમ કે મધુમાખીયો ફૂલોમાંથી પરાગ જમા કરે છે. પરાગ કર્ણોથી ફૂલો ખીલે છે અને મધ પણ પ્રાપ્ત થાય છે.

એસપીજી અધિકારીઓએ માર્ગદર્શન અને પ્રશિક્ષણ માટે કેવીઆઈસીને હાલમાં સંપર્ક કર્યો કે જેથી તેમના પરિસરમાં ઉપરોક્ત વ્યવસ્થા થઈ શકે. કેવીઆઈસીના અધ્યક્ષ શ્રી વિનય કુમાર સકસેનાએ જણાવ્યું કે મધુમાખીઓના છત્તોની તપાસ કરવી, મધુમાખીઓના પાલન સંબંધી ઉપકરણોનો પરિસય કેળવવો, મધુમાખીઓના રોગો અને તેને નુકસાન પહોંચાડનારી જગ્યાઓની ઓળખ કરવી, મધ નિકાળવું, મોમ ને સાફ કરવું તથા વસંત, ગરમી અને વરસાદ તેમજ શિયાળાની ઋતુમાં મધના છત્તાના પોષણની બાબતમાં એસપીજીના 3 માળીઓને કેવીઆઈસીના પ્રશિક્ષણ કેન્દ્રમાં પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ એસપીજી અધિકારીઓની ઉપસ્થિતિમાં બોક્સોને પરિસરમાં લગાવવામાં આવ્યા.

શ્રી સક્સેનાએ જણાવ્યું કે કેવીઆઈસીએ ગત દોઢ વર્ષોમાં દેશભરમાં 1.10 લાખથી વધી બી-બોક્સનું વિતરણ કર્યું છે. તેનાથી, ખેડૂતો, બેરોજગાર યુવાનો અને જનજાતીય સમુદાયો માટે 11,000 થી વધુ નવી રોજગારીનું સર્જન થયું છે. તે ઉપરાંત માત્ર આ બોક્સોથી 4 કરોડ રૂપિયાના મૂલ્યનું 430 મેટ્રિક ટન મધ પણ પ્રાપ્ત કરવામાં આવ્યું.

DK/NP/J.Khunt/GP


(Release ID: 1578787)
Read this release in: English , Urdu , Hindi , Punjabi