PIB Headquarters
રોકાણ સંબંધી જાગૃતિ માટે પરિષદનું આયોજન
Posted On:
25 JUL 2019 5:27PM by PIB Ahmedabad
અમદાવાદ, 25-07-2019
કંટ્રોલર જનરલ ઓફ કોમ્યુનિકેશન એકાઉન્ટ્સ, ભારત સરકાર તથા રોકાણકાર શિક્ષણ અને સંરક્ષણ ભંડોળ સત્તાધિકાર (આઈ.ઈ.પી.એફ.એ)ના એમ.ઓ.યુ. અંતર્ગત કંટ્રોલર ઓફ કોમ્યુનિકેશન એકાઉન્ટ્સ, ગુજરાત દ્વારા તારીખ 02-08-2019ની સવારે 10.30 થી 12.30 વાગ્યે ગજ્જર હૉલ, લો ગાર્ડન, અમદાવાદ ખાતે સામાન્ય જનતા ખાસ કરીને નિવૃત્ત કર્મચારીઓ માટે રોકાણ સંબંધિત માહિતી પૂરી પાડવા અને ગેરસમજો ઉકેલવા માટે એક પરિષદનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી પ્રહલાદ કુમાર સિન્હા, કંટ્રોલર જનરલ, કોમ્યુનિકેશન એકાઉન્ટ્સ, ભારત સરકાર હશે.
DK/NP/J.Khunt/GP
(Release ID: 1580303)
Visitor Counter : 158