ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી

નિયંત્રક દૂરસંચાર લેખા, ગુજરાત દ્વારા અમદાવાદ ખાતે નેશનલ પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Posted On: 23 AUG 2019 5:21PM by PIB Ahmedabad

નિયંત્રક દૂરસંચાર લેખા, ગુજરાત દ્વારા દૂરસંચાર વિભાગ તથા ભારત સંચાર નિગમ લિમિટેડના ગુજરાત સર્કલના તમામ સેવાનિવૃત કર્મચારીઓની પેન્શન સબંધી સમસ્યાઓનાં સમાધાન માટે આજ (23 ઓગસ્ટ, 2019) રોજ નેશનલ પેન્શન અદાલત કાર્યક્રમ હેઠળ એક પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દુરસંચાર વિભાગ અને બીએસએનએલના નિવૃત કર્મચારીઓ માટે હાલમાં કાર્યરત થયેલી “SAMAPANN” પ્રણાલી વિષે આવશ્યક માહિતી પૂરી પાડવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ડૉ. કમલ કપૂર, કંટ્રોલર ઑફ કોમ્યુનિકેશન એકાઉન્ટ્સ, શ્રી એસ વાય જોગ, જોઇન્ટ કંટ્રોલર ઑફ કોમ્યુનિકેશન એકાઉન્ટ્સ, શ્રી રાજબીર સિંઘ, સહાયક કંટ્રોલર ઑફ કોમ્યુનિકેશન એકાઉન્ટ્સની સાથે શ્રી ડી ડી મિસ્ત્રી, શ્રી બી એમ ભાવસાર, શ્રી એસ એલ શર્મા, શ્રી એ જે ગોસાઇ, શ્રી શિવપૂજન પ્રજાપતિ વગેરે સેવાનિવૃત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. સેવાનિવૃત કર્મચારીઓની 58 સમસ્યાઓ માંથી 57 સમસ્યાઓનું તાત્કાલિક સમાધાન કરવામાં આવ્યું હતું.

NP/J. Khunt/RP


(Release ID: 1582767) Visitor Counter : 218