વિદ્યુત મંત્રાલય
ઊર્જા મંત્રી શ્રી આર.કે. સિંહે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ઊર્જા અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રીઓની પરિષદનું ઉદ્દઘાટન કર્યું
મંત્રીશ્રીએ જણાવ્યું કે 'ટકાઉ અને અર્થક્ષમ વીજ ક્ષેત્રએ ભારતની વિકસિત રાષ્ટ્ર બનવાની નેમ છે'
રાજ્યોનાં વિદ્યુત વિતરણ કંપનીઓ માટે સાતમા વાર્ષિક સુસંકલિત રેટીંગ જાહેર કરાયાં:ગયા વર્ષની સરખામણી 20 કંપનીઓ અપગ્રેડ થઈ
Posted On:
11 OCT 2019 3:34PM by PIB Ahmedabad
કેન્દ્ર સરકારના ઊર્જા અને નવી તથા પુનઃપ્રાપ્ય ઊર્જા (સ્વતંત્ર હવાલો) અને કૌશલ્યવિકાસ અને ઉદ્યોગસાહસિકતા રાજ્ય મંત્રી શ્રી આર.કે. સિંહે આજે ગુજરાતનાં નર્મદામાં ટેન્ટ સિટી ખાતે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ઊર્જા અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રીઓની પરિષદનુ ઉદ્ઘાટન કર્યું હતું. બે દિવસની આ પરિષદમાં રાજ્યોના ઊર્જા મંત્રીઓ તથા ઊર્જા વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજરી આપી રહ્યા છે.સૌભાગ્ય યોજના હેઠળ16-17 માસના વિક્રમી સમયમાં 26.6 મિલિયન પરિવારોને આવરી લઈઘેર ઘેર વીજળીના જોડાણનીલગભગ સાર્વત્રિક સિદ્ધિ હાંસલ થયા પછી આ પ્રકારની આ પ્રથમ પરિષદ યોજાઈ રહી છે.
પરિષદનુ ઉદ્દઘાટન કરતાંકેન્દ્રના ઊર્જામંત્રીઓ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે 500 દેશી રજવાડાંને એક રાષ્ટ્ર તરીકે સંગઠીત કરવા બદલ દેશ એમનું ઋણી છે. તેમણે કહ્યું કે સપ્તાહમાં સાતેય દિવસ અને ચોવીસે કલાક તમામને વિજળી પૂરી પાડતા ટકાઉ અને અર્થક્ષમ ઊર્જા ક્ષેત્ર વગર ભારત વિકસીત દેશ બની શકે નહીં.
શ્રી સિંહે જણાવ્યું કે “આપણે એ બાબતની ખાતરી રાખવાની છે કે ભારતનુ ઊર્જા ક્ષેત્ર મૂડીરોકાણને આકર્ષે. બિઝનેસ કરવામાં સરળતા અને કરારની અખંડતાનો ભંગ થાય નહીં તો જ આવું બની શકે છે.” તેમણે એવો પણ આગ્રહ રાખ્યો હતો કે વીજળીનું વિતરણ કરતી કંપનીઓએ વીજ ઉત્પાદકોને સમયસર ચૂકવણી કરવી જોઈએ.
વીજળીના ભાવ સ્પર્ધાત્મકઅને પોસાય તેવા રાખવાની જરૂરિયાત પર ભાર મૂકતાં મંત્રીશ્રીએ જણાવ્યું કે તંત્રની બિનકાર્યક્ષમતાનો બોજસામાન્ય માનવી પર પડવોજોઈએ નહીં. તેમણે ગુણવત્તાયુક્ત સેવા માટે ગ્રાહકોના અધિકાર માટે પણ આગ્રહ વ્યક્ત કર્યો હતો.
શ્રી સિંહે પ્રિ-પેઈડ મીટર્સના લાભ દર્શાવતાં જણાવ્યુ હતું કેવીજળીની ઘટ ઓછી કરવા માટે તથા બિલીંગ તથા કલેક્શનની કાર્યક્ષમતા વધારવા માટેસ્માર્ટ પ્રિ-પેઈડ મીટરીંગ તરફ જવાના વિઝનનો પુનરોચ્ચારકર્યો હતો.“સ્માર્ટ પ્રિ-પેઈડ મીટરો ગરીબલક્ષી છે કારણ કે તેમાં ગ્રાહકોને એક સાથે પૂરા મહીનાનું બિલ ભરવાની ફરજ પાડવામાં આવતી નથી. આ ઉપરાંત તેનાથી બિલની ચૂકવણીમાં સરળતા રહે છે અને વીજળીની ચોરીની સંભાવના ઓછી રહે છે.” તેમણે તમામ રાજ્યોને સર્વે સરકારી વિભાગોમાં આ મીટર અગ્રતાના ધોરણે નાંખવા જણાવ્યું છે.
મંત્રીશ્રીએ જલ વાયુ પરિવર્તન અંગે વાત કરતાં જણાવ્યું હતું કેઆ બાબત સમગ્ર દુનિયામાં મોટીચિંતાનો વિષય બની છે. ભારતશક્ય તે તમામ પ્રકારે જલ વાયુ પરિવર્તન સામે લડત આપશે. કુસુમ પંપ યોજનાનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે આગામી વર્ષોમાં ખેતીના પંપોને સૌર ઊર્જાથી ચલાવામાં આવશે. આ કારણે રાજ્યોની સબસીડીના બોજામાં ઘટાડો તો થશે જ, પણ સાથે-સાથે જે ખેડૂતો સરકારને વધારાની વિજળી વેચશે તેમને લાભ પણ થશે. તેનાથી ખેડૂતોને ભૂગર્ભ જળનો કરકસરયુક્ત ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન મળશે અને વિજળીની બચત થશે, કારણ કે તે વધારાની વિજળી સરકારને વેચીને આવક મેળવી શકશે તેમ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું.
ઉદ્દઘાટન સમારંભને સંબોધન કરતાં એમએનઆરઈ વિભાગના સચિવ શ્રી આનંદ કુમારે જણાવ્યું હતું કે ભારતમાં જલવાયુ પરિવર્તન એ શ્રધ્ધા અને નિષ્ઠાનો વિષય છે. તેમણે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત ડિસેમ્બર, 2022ની ડેડલાઈન પહેલાં 175 ગીગા વોટનો લક્ષ્યાંક હાંસલ કરી દેશે. તેમણે એવો ઉલ્લેખ કર્યો હતો કે પ્રધાન મંત્રીએ યુનોમાં આપેલા પ્રવચન મુજબ ભારતે 450 ગીગા વોટનો નવો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યો છે. વીજ ખરીદીના કરારો અંગેના વિવાદી મુદ્દા અંગે વાત કરતાં સચિવ શ્રી અનંત કુમારે જણાવ્યું હતું કે એક વખતે થયેલા સમજૂતિના કરારમાં વારંવાર ફેરફાર થઈ શકે નહીં, સિવાય કે વીજ ખરીદીના કરારમાં જ આવી જોગવાઈ કરવામાં આવેલી હોય, અથવા તો ભ્રષ્ટાચારના બદઈરાદાથી આવું થાય તેમ બની શકે છે.
તા.11 અને 12 ઓક્ટોબર, 2019ના રોજ યોજાયેલી આ પરિષદમાં વિજળી અને પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્ર જેવા વિવિધ મુદ્દાઓની ચર્ચા થશે. આ મુદ્દાઓમાં સપ્તાહમાં સાતેય દિવસ, ચોવીસે કલાક તમામ લોકોને વિજ પૂરવઠો, બિઝનેસ કરવામાં આસાની, કરારોની અખંડતા, નિયમનકારી મુદ્દાઓ તથા પી-એમ કુસુમ, સૃષ્ટી, ડીડીયુજીજેવાય, આઈપીડીએસ વિવિધ યોજનાઓના અમલીકરણ,અલ્ટ્રા મેગા પુનઃપ્રાપ્ય ઊર્જા પાર્કની સ્થાપના, ટ્રાન્સમિશન, વિજળીનો સંચય વગેરે બાબતોનો સમાવેશ થાય છે.
સ્ટેટ ડિસ્ટ્રીબ્યુશન યુટીલીટીઝના નાણાંકિય વર્ષ 2017-18 માટેના 7મા વાર્ષિક સુસંકલિત રેટીંગ જાહેર કરાયા-
પરિષદના ઉદ્દઘાટન સમારંભમાં કેન્દ્રના ઊર્જા વિભાગેસ્ટેટ ડિસ્ટ્રીબ્યુશન યુટિલિટીઝના નાણાંકિય વર્ષ 2017-18 માટેના 7મા વાર્ષિક સુસંકલિત રેટીંગ જાહેર કર્યા હતા.આ રેંકીંગમાં 22 રાજ્યોની 41 યુટિલિટીઝને રેંકીંગ આપવામાં આવ્યું હતું. આમાંથી 7 યુટિલીટીઝને A+રેટીંગ મળ્યું હતું. ગયા વર્ષની તુલનામાં કુલ 20 યુટિલિટીઝ અપગ્રેડ થઈ હતી.
સ્ટેટ ડિસ્ટ્રીબ્યુશન યુટીલીટીઝનું સુસંકલિત રેટીંગ એ એક વાર્ષિક કવાયત છે, જે ભારત સરકારના ઊર્જા મંત્રાલય દ્વારા વર્ષ 2012થી હાથ ધરવામાં આવે છે. ઊર્જા મંત્રાલયના જાહેરક્ષેત્રના એકમ, પાવર ફાયનાન્સ કોર્પોરેશને (પીએફસી) રેટીંગની આ કવાયત હાથ ધરવા માટે ઈક્રા અનેકેર જેવી સંસ્થાની નિમણુંક કરી છે.
DP/GP/RP
(Release ID: 1587886)