પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કોલકાતામાં આયોજિત પાંચમા ભારતીય આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું

प्रविष्टि तिथि: 05 NOV 2019 6:43PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કોલકાતામાં આયોજિત પાંચમા ભારતીય આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ આ પ્રસંગે પોતાનાં સંબોધનમાં કહ્યું હતું કે, મહોત્સવનો વિષય (આરઆઈએસઈએન) સંશોધન, નવાચાર અને વિજ્ઞાનનાં માધ્યમથી રાષ્ટ્રનાં સશક્તીકરણ 21મી સદીનાં ભારતની આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે.

તેમણે કહ્યું હતું કે, વિજ્ઞાન અને ટેકનોલોજીનો સમાજ પર પ્રભાવ હોય છે. એટલે સરકાર આવિષ્કારો અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે સંસ્થાગત સ્તર પર મદદ કરે છે. વિજ્ઞાન અને ટેકનોલોજી માટે એક સશક્ત ઇકોસિસ્ટમ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દેશમાં ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે શક્ય તમામ પ્રયાસ થઈ રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, દેશમાં 5,000થી વધારે અટલ ટિન્કરિંગ લેબ અને 200થી વધારે અટલ ઇન્ક્યુબેશન સેન્ટર ખોલવામાં આવ્યાં છે.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આપણે એ વિચાર કરવો પડશે કે વિજ્ઞાન કઈ રીતે સામાન્ય લોકોનાં જીવનને સરળ બનાવવામાં મદદગાર સાબિત થઈ શકે છે એટલે સમાજમાં વિજ્ઞાનની ઘણી પ્રાસંગિકતા છે. જ્યારે દરેક વૈજ્ઞાનિક અને નાગરિક એવી વિચારસરણી સાથે કામ કરશે, ત્યારે દેશ ચોક્કસ પ્રગતિ કરશે.

પ્રધાનમંત્રીએ લોકોને વિજ્ઞાનનાં દીર્ઘકાલિન લાભો અને સમાધાનો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો આગ્રહ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ ક્રમમાં તમામ લોકોને આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને માપદંડોનું ધ્યાન રાખવું પડશે.

શ્રી મોદીએ કહ્યું હતું કે, આપણે સારી રીતે જાણીએ છીએ કે, ટેકનોલોજી બે ચીજવસ્તુઓનું પરિણામ હોય છે – પ્રથમ, સમસ્યાઓનું હોવું અને બીજું, એનાં માટે સમાધાન કરવાનાં પ્રયાસ. તેમણે કહ્યું હતું કે, વિજ્ઞાન ક્યારેય નિષ્ફળ નિવડતું નથી. એમાં ફક્ત પ્રયાસ, પ્રયોગ અને સફળતા હોય છે. જો તમે આ કામ એ વિચાર સાથે કરો છો, ત્યારે તમને તમારી વૈજ્ઞાનિક શોધો કે પોતાનાં જીવનમાં ક્યારેય પણ કોઈ પરેશાનીનો સામનો નહીં કરવો પડે.

 

NP/DS/GP/RP

 


(रिलीज़ आईडी: 1590569) आगंतुक पटल : 163
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Punjabi , Tamil , Kannada