PIB Headquarters

મુદ્રા જોશી રાજ્યકક્ષાના પત્રલેખન અભિયાનમાં વિજેતા બન્યા

Posted On: 12 DEC 2019 6:05PM by PIB Ahmedabad

ભારતીય ટપાલ વિભાગ, ભારત સરકાર દ્વારા રવીન્દ્રનાથ ટાગોરનીઅમાર દેશેર માટીદ્વારા પ્રેરિતમારી માતૃભૂમિને પત્ર વિષય પર વર્ષ 2018-19 માટે 1) 18 વર્ષ સુધી અને ii) 18 વર્ષથી ઉપર એમ બે કેટેગરીમાં ઢાઈ અખર પત્રલેખન અભિયાન શરૂ કરાયું હતું. પત્ર અંગ્રેજી/હિન્દી/સ્થાનિક ભાષામાં લખવાનો હતો.

પત્રસાદા A-4 સાઈઝના કાગળ પર પરબિડીયા વર્ગ હેઠળ 1000 શબ્દોથી વધુ નહીં તેટલી શબ્દ મર્યાદા સાથે અને ઇનલેન્ડ લેટર કાર્ડમાં 500 શબ્દોથી વધુ નહીં તેટલી શબ્દ મર્યાદા સાથે લખી શકાય.

કુ.  મુદ્રા જોષીની રાજ્યકક્ષાની ઢાઈ અખર પત્રલેખન અભિયાનમાં 18 વર્ષ સુધીની પરબિડીયા કેટેગરીમાં પ્રથમ ઇનામ વિજેતા તરીકે પસંદગી કરવામાં આવી હતી. તેણીને રૂ. 25,000/-નું રોકડ ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. તેમના દ્વારા લખાયેલ પત્રને રાષ્ટ્રીય કક્ષાએ ત્રીજા સ્થાને પસંદગી કરવામાં આવી હતી.

ગુજરાત પોસ્ટલ સર્કલના ચીફ પોસ્ટમાસ્ટર જનરલ શ્રી અશોક કુમાર પોદ્દારે 12 ડિસેમ્બર, 2019ના રોજ આનંદ નિકેતન સ્કૂલ, સેટેલાઇટ શાખા, અમદાવાદ ખાતે કુ. મુદ્રા જોશીને ઇનામ અને પ્રમાણપત્ર એનાયત કરી તેણીને અભિનંદન પાઠવ્યા હતા. શ્રી પોદ્દારે પોતાના સંબોધનમાં જાહેરાત કરી હતી કે આનંદ નિકેતન સ્કૂલ, સેટેલાઇટ શાખા, અમદાવાદ ખાતે ફિલાટેલી ક્લબની સ્થાપના કરવામાં આવશે.

આ અભિયાન આ વર્ષે પણ શરૂકરવામાં આવ્યું છે. પત્રનો વિષય "પ્રિય બાપુ, તમે અમર છો" છે. પત્ર પોસ્ટ કરવાની છેલ્લી તારીખ 31.12.2019 છે.


(Release ID: 1596238) Visitor Counter : 229