મહિલા અને બાળ વિકાસ મંત્રાલય

ડબ્લ્યુસીડી મંત્રાલયે નારી શક્તિ પુરસ્કાર 2019 માટે આવેદન મંગાવ્યા

આવેદન મોકલવાની અંતિમ તારીખ 7 મી જાન્યુઆરી 2020

Posted On: 31 DEC 2019 8:19PM by PIB Ahmedabad

નવી દિલ્હીઃ 31 ડિસેમ્બર, 2019

 

મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે વર્ષ 2019 ના નારી શક્તિ પુરસ્કાર માટે આવેદન મંગાવ્યા છે. રાષ્ટ્રીય પુરસ્કાર વ્યક્તિઓ, જૂથો, સંસ્થાઓને વાર્ષિક ધોરણે મહિલા સશક્તીકરણના હેતુ માટેના તેમના ઉત્કૃષ્ટ કાર્યને માન્યતા આપવા માટે આપવામાં આવે છે, ખાસ કરીને નબળી અને સીમાંત મહિલાઓ માટે.

 

8 માર્ચ 2020 ના રોજ ઉજવવામાં આવનાર આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે લગભગ 40 નારી શક્તિ પુરસ્કાર આપવામાં આવશે.

 

પાત્રતાના માપદંડ અને માર્ગદર્શિકાની વિગતો www.narishaktipuraskar.wcd.gov.in પોર્ટલ પર ઉપલબ્ધ છે. વિચારણા માટે આવેદન/ નામાંકન પોર્ટલ પર ઓનલાઇન મોકલવી આવશ્યક છે. આવેદન / નામાંકન મોકલવાની છેલ્લી તારીખ 7 મી જાન્યુઆરી 2020 છે.

 

મહિલા અને બાળ વિકાસ મંત્રાલય મહિલાઓના કલ્યાણ માટે નોડલ મંત્રાલય છે અને  મહિલા સશક્તીકરણના ક્ષેત્રે તેમના દ્વારા પ્રદાન કરવામાં આવતી વિશિષ્ટ સેવાઓ માટે પ્રતિષ્ઠિત સંગઠનો અને સંસ્થાઓને નારી શક્તિ પુરસ્કાર દ્વારા સન્માનિત કરીને દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરે છે.

 

DK/GP


(Release ID: 1598107)