સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
ભારતના વિવિધ પ્રાંતમાંથી આવેલા 14 દિવ્યાંગજનોએ સ્ટેચ્યુ ઓફ યુનિટિની મુલાકાત લઈ સુલભ પર્યટનનો અનુભવ કર્યો
Posted On:
29 JAN 2020 5:55PM by PIB Ahmedabad
નર્મદા, 29-01-2020
ભારત સરકારના દિવ્યાંગજનોના સશક્તીકરણ વિભાગ દ્વારા આજે ભારતભરના 14 દિવ્યાંગો માટે કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટેચ્યૂ ઑફ યુનિટી દિવ્યાંગજનો માટે સુલભ બને એવી તમામ સુવિધાઓથી સજ્જ છે તેનો આ દિવ્યાંગ મુલાકાતીઓએ સ્વાનુભવ કર્યો હતો.

દિવ્યાંગ મુલાકાતી આકાશ કશ્યપે પોતાના અનુભવ વિશે જણાવ્યું કે “અહીં દિવ્યાંગો માટે ખુબ જ સારી સવલતો મળી રહી છે, અમને સ્થળ પર પહોંચતાની સાથે વ્હિલચેર મળી સાથે એક ગાઈડ પણ આપવામાં આવ્યા છે જેની મદદથી અને ખૂબ જ સારી રીતે સ્ટેચ્યૂ ઑફ યુનિટી, અંદરનું સંગ્રહાલય તથા બહારના સ્થળોને નિહાળી શક્યા”
14 દિવ્યાંગજનોનું નેતૃત્વ કરી તેમની સાથે આવેલા દિવ્યાંગજનોના સશક્તીકરણ વિભાગનાં નિદેશક શ્રી વિકાસ પ્રસાદે જણાવ્યું કે, આ સ્થળ દિવ્યાંગો માટે સુલભ બન્યું છે જેથી કોઈ પણ દિવ્યાંગોને અહીં મુલાકાત લઇ તેનો આનંદ લઇ શકે છે.
SD/GP/RP
(Release ID: 1601023)