પ્રધાનમંત્રીનું કાર્યાલય
ભારત એક્શન પ્લાન 2020 સંમેલનમાં પ્રધાનમંત્રીનું મુખ્ય સંબોધન
સરકારે છેલ્લા આઠ મહિનામાં વિકાસલક્ષી નિર્ણયોની સદી ફટકારી છે - પ્રધાનમંત્રી
પ્રક્રિયા કેન્દ્રિત કર પદ્ધતિને બદલી નાગરિક કેન્દ્રિત કર પદ્ધતિથી કરવામાં આવી - પ્રધાનમંત્રી
નવા ભારતના નિર્માણમાં મીડિયાએ મુખ્ય રચનાત્મક ભૂમિકા ભજવવી જોઈએ - પ્રધાનમંત્રી
ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે દરેક નાગરિકે પોતાની ફરજો નિભાવવી જોઈએ - પ્રધાનમંત્રી
Posted On:
12 FEB 2020 9:15PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટીવી ચેનલ ટાઇમ્સ નાઉ દ્વારા આયોજિત ભારત એક્શન પ્લાન 2020 સંમેલનમાં મુખ્ય સંબોધન કર્યું હતું.
શ્રી મોદીએ કહ્યું કે, ‘વિશ્વનું સૌથી યુવા રાષ્ટ્ર ભારત, નવા દાયકા માટે એક્શન પ્લાન પણ તૈયાર કરી રહ્યું છે અને યુવા ભારત ધીમું થવાના મૂડમાં નથી.’
પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકારે આ ભાવના સ્વીકારી છે અને છેલ્લા મહિનામાં નિર્ણય લેવામાં સદી ફટકારી છે.
તેમણે એમ પણ કહ્યું કે આ ફેરફારોથી સમાજના દરેક સ્તરે નવી શક્તિ ઉભી થઈ છે, આત્મવિશ્વાસથી ભરેલી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે ‘આજે દેશના ગરીબ લોકોને વિશ્વાસ છે કે તેઓ તેમના જીવનધોરણમાં સુધારો કરી શકે છે, તેમની ગરીબી દૂર કરી શકે છે અને ખેડુતોને ખેતીમાં તેમની આવક વધશે તેવો વિશ્વાસ છે.’
5 ટ્રિલિયન ડોલર ઇકોનોમી - નાના શહેરો અને નગરો પર ધ્યાન કેન્દ્રિત:
તેમણે કહ્યું કે “ભારતે આગામી પાંચ વર્ષમાં તેની અર્થવ્યવસ્થા 5 ટ્રિલિયન ડોલર સુધી વધારવાનો લક્ષ્યાંક રાખ્યો છે. “લક્ષ્ય નિર્ધારિત કરવું અને તેના તરફ પ્રયત્નો કરવા વધુ સારા છે. આ લક્ષ્ય સરળ નથી પણ તેને હાંસલ કરવું અશક્ય પણ નથી,”
તેમણે કહ્યું કે આ લક્ષ્ય હાંસલ કરવા માટે, દેશની નિકાસમાં વધારાની સાથે દેશમાં ઉત્પાદન ક્ષેત્રને મજબૂત બનાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને સરકારે આ તરફ અનેક પહેલ કરી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે આ પ્રયત્નોની વચ્ચે ભારતને વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ઉતાર-ચડાવની સાથે ઉભરતી અર્થવ્યવસ્થા હોવાને કારણે વધુ પડકારોનો સામનો કરવો પડે છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રથમ વખત સરકારે નાના શહેરોના આર્થિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને તેમને નવા વિકાસ કેન્દ્ર બનાવ્યા છે.
કર પ્રણાલીમાં સુધારો:
પ્રધાનમંત્રીએ કહ્યું, “દરેક સરકાર ટેક્સ પ્રણાલીમાં સુધારો લાવવામાં ખૂબ જ ખચકાતી રહી છે. વર્ષોથી આમાં કોઈ પરિવર્તન આવ્યું નહીં. હવે અમે પ્રક્રિયા કેન્દ્રિત કર પદ્ધતિ તરફથી નાગરિક કેન્દ્રિત કર પદ્ધતિ તરફ આગળ વધી રહ્યા છીએ. ભારત એવા પસંદગીના દેશોમાં જોડાઇ જશે, જ્યાં કરદાતાઓનું ચાર્ટર લાગુ કરવામાં આવ્યું છે. ચાર્ટર સ્પષ્ટપણે કરદાતાઓના અધિકારની વ્યાખ્યા કરશે. "
પ્રધાનમંત્રીએ દરેક ભારતીયને કરવેરામાંથી બચવાના પ્રયત્નો કરતાં હોય તો આત્મનિરીક્ષણ કરવા વિનંતી કરી અને પ્રામાણિક કરદાતાઓ વિષે વિચારવા કહ્યું. તેમણે તમામ નાગરિકોને જવાબદાર નાગરિક બનવા અને તેમના વેરા ભરવાની વિનંતી કરી.
તેમણે મીડિયાને સમૃદ્ધ ભારતના નિર્માણમાં રચનાત્મક ભૂમિકા ભજવવા વિનંતી કરી.
તેમણે કહ્યું, “જ્યારે દરેક વ્યક્તિ પોતાની ફરજો પૂરી કરશે, તો પછી કોઈ સમસ્યા જ નહીંરહે. ત્યારે દેશને નવીતાકાત, નવી ઊર્જા મળશે. આ દાયકામાં આ ભારતને નવી ઊંચાઇ પર લઈ જશે.”
SD/GP/DS
(Release ID: 1603043)
Visitor Counter : 229