PIB Headquarters

CCI દ્વારા 'HIRA’ (હાઇ ઇન રિલાયેબલ એટ્રિબ્યુટ્સ)નો પ્રારંભ - મૂલ્યવાન ગ્રાહકો માટે શ્રેષ્ઠ ગુણવત્તાનો કપાસ

प्रविष्टि तिथि: 28 FEB 2020 5:27PM by PIB Ahmedabad

અમદાવાદ, ફેબ્રુઆરી 28, 2020

આજે મીની રત્ન PSU ભારતીય કપાસ નિગમ (CCI) દ્વારા 'HIRAનામથી શ્રેષ્ઠ ગુણવત્તાના કપાસની બ્રાન્ડ શરૂ કરવામાં આવી છે. સ્પિનિંગ અને અન્ય મૂલ્ય વર્ધન માટે સારો અને ભરોસાપાત્ર આવકનો ભારતીય કપાસ ગ્રાહકોને મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે આ બ્રાન્ડ શરૂઆત કરવાની જરૂરિયાત વર્તાતી હતી.

ભારત સરકારના કાપડ મંત્રાલય અંતર્ગત ભારતમાં એકલ સૌથી મોટી કપાસના વ્યાપારની કંપની તરીકે CCI દ્વારા ભારતીય કપાસની ગુણવત્તામાં સુધારો લાવવા માટે કેટલીક પહેલ હાથ ધરવામાં આવી છે. આ પહેલના પરિણામરૂપે CCI દ્વારા કાપડ ઉદ્યોગને ઓછા ભેજ, ઓછો કચરો, બજારમાં ઉપલબ્ધ કપાસની તુલનાએ બહેતર ગ્રેડનો કપાસ વગેરે સંદર્ભમાં બહેતર ગુણવત્તાપૂર્ણ માપદંડો સાથે ગુણવત્તાપૂર્ણ કપાસ પૂરો પાડવામાં આવે છે.

પોતાની પહેલને આગળ ધપાવતા CCIની શ્રેષ્ઠ ગુણવત્તાના કપાસની બ્રાન્ડ 'HIRA’નો પ્રારંભ કપાસ ક્ષેત્રમાં મધ્યમવર્ગીય ખેડૂતોને સેવાઓ આપવા બદલ જાણીતા કોટક એન્ કંપની લિમિટેડના ચેરમેન શ્રી સુરેશ કોટક દ્વારા કરવામાં આવ્યો હતો.

CCI-HIRA તેના મૂલ્યવાન ગ્રાહકોને દેશમાં ઓછામાં ઓછો કચરો (1.7 %થી નીચે), ઓછો ભેજ (8%થી નીચે), શ્રેષ્ઠ ગ્રેડ (Rd 78થી વધુ), શ્રેષ્ઠ માઇક્રોનેર (3.8-4.2) અને મજબૂતી (29 g/tex plus)ના લાભ સાથે શ્રેષ્ઠ ગુણવત્તાનો કપાસ મળે તે સુનિશ્ચિત કરી શકાય તેમજ તેમના નાણાંનું બહેતર વળતર મળે તેવા પ્રયાસો માટે કાર્યરત છે.

ખૂબ જ વિશ્વસનીયતા સાથેની ભારતીય કપાસની પ્રીમિયમ બ્રાન્ડ 'HIRA'ના પ્રારંભથી ભારતીય કપાસને વૈશ્વિક સ્તરે વધુ સ્વીકૃતિ મેળવવામાં પણ મદદ થશે. 'HIRA' "હાઇ ઇન રિલાયેબલ એટ્રિબ્યુટ્સ" એટલે કે "ઉચ્ચ ભરોસાપાત્ર ગુણધર્મો"નું ટૂંકું સ્વરૂપ છે.

 

DK/SD/DS/RP/GP


(रिलीज़ आईडी: 1604674) आगंतुक पटल : 213